Get The App

જાણો, તમારે કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ?

Updated: Dec 4th, 2018

GS TEAM


Google News
Google News

રુદ્રાક્ષ ભગવાન શિવને અતિપ્રિય છે. જોતેને ગળામાં ધારણ કરવામાં આવે તો શંકર ભગવાનની કૃપા તમારી પર રહે છે. દરેક વ્યક્તિએ પોતાની રાશિ પ્રમાણે રુદ્રાશ ધારણ કરવા જોઈએ. તમારી રાશિ પ્રમાણે તમારે કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવો એની માહિતી અહીં આપવામાં આવી છે.

જાણો, તમારે કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ? 1 - image

મેષ રાશિ:- 

મેષ રાશિના જાતકોએ તીનમુખી  રુદ્રાક્ષ પહેરવા જોઈએ.

વૃષભ રાશિ :- 

વૃષભ રાશિના જાતકો માટે છ મુખી રુદ્રાક્ષ પહેરવા શુભ રહે છે.

મિથુન રાશિ :-

મિથુન રાશિના જાતકોને પંચમુખી અને તેરમુખી રુદ્રાક્ષ પહેરવાથી લાભ થાય છે.

કર્ક રાશિ :-

કર્ક રાશિના જાતકોને બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થાય છે.

સિંહ રાશિ :- 

સિંહ રાશિના લોકોએ પોતાની રાશિ મુજબ 12 મુખી  રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

કન્યા રાશિ :-

કન્યા રાશિના જાતકોએ ચાર મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ.

તુલા રાશિ :

તુલા રાશિના જાતકોને છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ફાયદો થાય છે.

વૃશ્ચિક રાશિ :-

વૃશ્ચિક રાશિના જાતકોએ તીન મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

ધનુ રાશિ :-

ધનુ રાશિના જાતકો જો પાંચ મુખી રુદ્રાક્ષ પહેરે તો એમને વધારે લાભ થશે. 

મકર રાશિ :-

મકર રાશિના જાતકો સાત કે ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એમને લાભ થશે.

કુંભ રાશિ :-

કુંભ રાશિના જાતકોએ સાત કે ચૌદ મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ.

મીન રાશિ :-

મીન રાશિના જાતકો પાંચ મુખી રુદ્રાક્ષ પહેરે તો એમને ઘણો લાભ થાય છે.

(તમારી કુંડળીના ગ્રહોના આધારે રાશિફળ અને તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં ભિન્નતા હોઈ શકે છે. સંપૂર્ણ માહિતી માટે જાણકાર પંડિત કે જ્યોતિષીનો સંપર્ક કરો.)

Tags :