ઓગસ્ટના અંત પહેલા સૂર્ય-ચંદ્રની યુતિ: આ 3 રાશિના જાતકો માટે ધનલાભના યોગ, મનને પણ મળશે શાંતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surya Chandra Yuti 2025: ઓગેસ્ટ મહિનામાં 23 તારીખે સિંહ રાશિમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહની યુતિ થશે. જેનાથી અનેક રાશિના જાતકોને લાભ થશે. ચાલો જાણીએ સિંહ રાશિમાં સૂર્ય-ચંદ્રની યુતિથી કયા જાતકોને લાભ થશે. સિંહ રાશિમાં સૂર્યની ચંદ્ર સાથે યુતિ 23 ઓગસ્ટ 2025ના રોજ થશે. દ્રિક પંચાંગ જોઈએ તો 17 ઑગસ્ટના રોજ સૂર્ય તેની જ રાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે અને એક મહિના સુધી આ રાશિમાં સંચાર કરશે. ત્યારે 23 ઑગસ્ટના રોજ સવારે 12:16 વાગ્યે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 25 ઑગસ્ટની સવારે 8:28 વાગ્યા સુધી ચંદ્ર આ જ રાશિમાં સંચાર કરશે. જેનાથી સૂર્ય અને ચંદ્રની સિંહ રાશિમાં યુતિ થશે. આ યુતિથી 3 રાશિના જાતકોને વિશેષ લાભ થશે. ચાલો આ વિષય પર વિગતવાર જાણીએ.
સિંહ રાશિ
સૂર્ય-ચંદ્રની યુતિથી સિંહ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. જૂના રોકાણોથી અચાનક લાભના યોગ બનશે, જેનાથી ધન સંકટ દૂર થશે. પારિવારિક વિવાદો ખતમ થશે અને માનસિક શાંતિ મળશે. અવિવાહિત જાતકો માટે સમય સારો છે, ઘણા પ્રસ્તાવ આવી શકે છે. જે જાતકોનો સંતાન સાથે વિખવાદ છે, તેમને રાહત મળશે. ઘરમાં સકારાત્મકતા આવશે.
તુલા રાશિ
સૂર્ય-ચંદ્રની યુતિથી તુલા રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. જાતકોની આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. પરિવારમાં સુખ વધશે. માનસિક શાંતિના રસ્તા ખુલશે. જૂના વિવાદોનો અંત થશે. અવિવાહિત જાતકો માટે પ્રેમ કે વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. જોકે કોઈપણ સંબંધમાં આવતા પહેલાં તપાસ-પરખ કરી લેવી.
મીન રાશિ
સૂર્ય-ચંદ્રની યુતિ મીન રાશિના જાતકોને વિશેષ લાભ આપી શકે છે. સુખના રસ્તા ખુલશે અને પૈતૃક સંપત્તિથી લાભ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરી કરનારા જાતકોની આવક વધશે. માનસિક શાંતિ મળશે. વૈવાહિક જીવનમાં સંબંધ સુધરશે અને ઘરનો માહોલ શાંત રહેશે.








