ધનતેરસ 2026: ભૂલથી પણ ખાલી વાસણ ઘરમાં ન લાવતાં, લક્ષ્મીજી થઈ જશે નારાજ; જાણો શું ભરીને લાવવું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhanteras 2026: પંચાગ અનુસાર દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની તેરમી તિથિએ ધનતેરસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ મહાપર્વ 6 નવેમ્બર, 2026ના રોજ ઉજવાશે. ધનતેરસનો દિવસ ધન, સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના સાથે જોડાયેલો છે અને આ દિવસે ભગવાન કુબેરમાં તથા માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ આવતા જ બજારોમાં રોનક વધી જાય છે અને લોકો સોના-ચાંદીના દાગીના તેમજ નવા વાસણોની ખરીદી કરે છે. ખાસ કરીને ધનતેરસ પર વાસણ ખરીદવાની જૂની પરંપરા છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે ખરીદેલો નવો વાસણ ક્યારેય ખાલી ઘરે લાવવો જોઈએ નહીં?
ખાલી વાસણ ઘર લાવવું કેમ અશુભ માનવામાં આવે છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે નવો વાસણ ખાલી ઘરે લાવવા સારો સંકેત ગણાતો નથી, કારણ કે ખાલી વાસણ એ અભાવ અથવા ગરીબીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, વાસણને ઘરે લાવતા પહેલા તેમાં ચોખા, ઘઉં, પાણી અથવા કેટલાક સિક્કા ભરી લેવા જોઈએ. એવી લોકવાયકા છે કે આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત હંમેશાં જળવાઈ રહે છે.
ધનતેરસ પર ખાલી વાસણ ન લાવવા પાછળની મુખ્ય માન્યતાઓ
ઘરમાં ખુશાલી અને પૂર્ણતાનું પ્રતીક
ધનતેરસ પર માતા લક્ષ્મીના સ્વાગત માટે નવા વાસણો ખરીદવામાં આવે છે. માન્યતા છે કે વાસણમાં કંઈક ભરીને ઘરે લાવવાથી પરિવારમાં કાયમ ખુશાલી જળવાઈ રહે છે.
અન્ન અને ધનની બરકત
અન્ન અને પાણીને જીવન માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે. તેથી, ધનતેરસ પર નવા વાસણમાં ચોખા, ઘઉં કે પાણી ભરીને લાવવાથી આખા વર્ષ દરમિયાન ખાવા-પીવાની અછત સર્જાતી નથી અને ધન-ધાન્ય ભરેલું રહે છે.
સમૃદ્ધિ અને શુભ શરૂઆત
નવા વાસણમાં અન્ન કે સિક્કા ભરીને ઘરમાં પ્રવેશ કરવો એ શુભ શરૂઆત અને દેવતાઓના આશીર્વાદ મેળવવાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ ધનતેરસ પર જ્યારે પણ તમે વાસણ ખરીદો, ત્યારે તેને ખાલી લાવવાને બદલે અંદર થોડા ચોખા, ઘઉં, પાણી કે સિક્કા જરૂર ઉમેરી લેવા.




