Get The App

Maha Kumbh 2025: 7 ફૂટ લાંબી જટાધારી બાબા આકર્ષણનું કેન્દ્ર, 40 વર્ષથી વાળ નથી કપાવ્યા

Updated: Jan 11th, 2025

GS TEAM


Google News
Google News
Maha Kumbh 2025: 7 ફૂટ લાંબી જટાધારી બાબા આકર્ષણનું કેન્દ્ર, 40 વર્ષથી વાળ નથી કપાવ્યા 1 - image


Image: Facebook

Kumbh Mela 2025: મહાકુંભમાં તમામ સાધુ સંન્યાસી પોતાની ખાસિયતોથી શ્રદ્ધાળુઓની ઉત્સુકતાનો વિષય બનેલા છે. આવા જ એક સાધુ છે જે આસામથી આવ્યા છે. તેમના વાળ અને દાઢી બંને ખૂબ લાંબા છે. જટાધારી આ બાબાએ જણાવ્યું કે 'મારા વાળ સાત ફૂટ લાંબા છે. મારું અસલી નામ ત્રિપુરમ સૈકિયા છે, જ્યારે દીક્ષા બાદ ગુરુએ મને ત્રિલોક બાબાનું નામ આપ્યું છે. હું આસામના લખીમપુર જિલ્લાનો છું. આ મારો પહેલો કુંભ છે.' ત્રિલોક બાબાએ જૂના અખાડામાં દીક્ષા લીધી છે. 

બ્રહ્મપુત્ર નદીમાં વાળ ચઢાવ્યા

ત્રિલોક બાબાએ જણાવ્યું કે 'મે લગભગ 40 વર્ષથી આ જટા ધારણ કરી લીધી છે. મે ખૂબ પહેલા જ વાળ કપાવવાના બંધ કરી દીધા હતાં. જટાની લંબાઈ દોઢ ફૂટ હતી પરંતુ થોડા સમયથી આ પગમાં ફસાવા લાગી હતી. જેના કારણે વાળનો નીચેનો થોડો ભાગ કાપીને બ્રહ્મપુત્ર નદીમાં ચઢાવી દીધો. મને પહેલા સંન્યાસ વગેરે વિશે જાણકારી નહોતી પરંતુ મારા ગુરુએ આ વિશે જાણકારી આપી.'

આ પણ વાંચો: વરદાન નહીં શ્રાપનું પરિણામ છે કુંભ... પુરાણોમાં છુપાયેલી આ કહાણી તમે નહીં જાણતા હોવ

ત્રિલોક બાબાએ જણાવ્યું કે 'હું ખેતીવાડી કરતો હતો. મારી નાની દુકાન પણ હતી અને વસ્ત્રોની સિલાઈ કરતો હતો. જટા રાખવાના કારણે થોડી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેને મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે પરંતુ આ ભગવાનની દેન છે. અમે આને બાંધીને રાખીએ છીએ. અમુક લોકો મારી જટા પર સવાલ ઉઠાવે છે. ઘણી વખત લોકો કહેવા લાગે છે કે આ અસલી છે કે નકલી.' 

13 જાન્યુઆરીએ પહેલા શાહી સ્નાનની સાથે મહાકુંભ 2025ની શરૂઆત થઈ જશે. આનાથી પહેલા તંત્રએ તમામ વ્યવસ્થા કરી રાખી છે. પોતે મુખ્યમંત્રી તૈયારીઓને પારખવા માટે મેળા વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સાધુ સંતોથી મુલાકાત પણ કરી. 

Tags :