Get The App

જેના ઘરમાં હોય છે આ 6 છોડ તેના ઘરમાં ક્યારેય નથી આવતી દરિદ્રતા

Updated: Jun 8th, 2019

GS TEAM


Google News
Google News
જેના ઘરમાં હોય છે આ 6 છોડ તેના ઘરમાં ક્યારેય નથી આવતી દરિદ્રતા 1 - image


અમદાવાદ, 8 જૂન 2019, શનિવાર

પર્યાવરણ માટે છોડ, વૃક્ષ જેટલા જરૂરી છે અને તેનું મહત્વ છે તેટલું જ મહત્વ તેનું આધ્યાત્મિક દ્રષ્ટિથી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી છોડ માણસને ઓક્સીજન આપે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. જ્યારે કેટલાક છોડ એવા છે જેમનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિથી એટલું છે કે તેને ઘરમાં ઉછેરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને જીવનમાં સુખ તેમજ સમૃદ્ધિ વધે છે. તો ચાલો જાણી લો કે કયા કયા છે એવા વૃક્ષો કે વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે. 

તુલસી

હિંદૂ ધર્મમાં તુલસીના છોડને અતિપવિત્ર માનવામાં આવે છે. તેનું ધાર્મિક દ્રષ્ટિએ એટલું મહત્વ છે કે દરેક ઘરમાં તુલસીનો છોડ રાખવામાં આવે જ છે. તુલસીનો છોડ નકારાત્મકતાને દૂર કરી વિચારોને પણ સકારાત્મક કરે છે. તુલસીનો છોડ જે ઘરમાં હોય છે ત્યાં ખરાબ આત્મા પ્રવેશ કરતી નથી. તુલસી ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દરિદ્રતા આવતી નથી.

મીઠો લીમડો

મીઠો લીમડો જેટલો સ્વાદ રસોઈનો વધારે છે તેટલો જ લાભકારી તે ઘર માટે છે. મીઠા લીમડાથી ઘરમાં શનિ, રાહુ અને કેતુ શાંત થાય છે. જેની કુંડળીમાં આ ત્રણ ગ્રહ ખરાબ પ્રભાવ કરતા હોય તેમણે ઘરમાં આ ઝાડ જરૂરથી લગાવવું.

આમળા

આમળાનું ઝાડ જે ઘરમાં હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. ભગવાન  કૃષ્ણ અને વિષ્ણુનો આ ઝાડમાં વાસ હોય છે અને જે ઘરમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં લક્ષ્મીજી વસે તે સ્વાભાવિક છે. જો ઘરમાં આમળાનું ઝાડ રાખી શકાય તેમ ન હોય તો આમળાના ઝાડનું ચિત્ર પણ રાખી શકાય છે. 

પારિજાત

સમુદ્રમંથન સમયે પારિજાતની ઉત્પત્તિ થઈ હતી. 14 રત્ન પણ સમુદ્ર મંથનથી જ ઘરમાં આવ્યા હતા. આ વૃક્ષની ખાસિયત એ પણ છે કે તેને સ્પર્શ કરવા માત્રથી શરીરનો થાક દૂર થઈ જાય છે. આ વૃક્ષમાં દેવતાઓ વાસ કરે છે તેથી જે ઘરમાં પારિજાત હોય છે ત્યાં દરિદ્રતા આવતી નથી. આ વૃક્ષમાં જ્યારે ફૂલ આવે છે ત્યારે તેની સુગંધથી વાતવારણ પણ સકારાત્મક થઈ જાય છે. 

કેળાનું ઝાડ

કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ ઝાડની પૂજા દર ગુરુવારે કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. ઘરમાં કેળનું ઝાડ ઈશાન ખૂણામાં રાખવું જોઈએ. આ ઝાડ પાસે બેસી જે પાઠ કરો તેનું ફળ તુરંત મળે છે.

સમડો

સમડાનું ઝાડ ઘરની જમણી તરફ રાખવું જોઈએ. તેની પૂજાથી શનિનો પ્રકોપ દૂર થાય છે. આ ઝાડની પૂજા કરવાથી દરેક કામ સફળ થાય છે. ગણેશજીને પણ આ વૃક્ષ પ્રિય છે. 


Tags :