આ તારીખથી શરૂ થશે શ્રાવણ માસ, સર્જાશે આ શુભ સંયોગ
નવી દિલ્હી, 9 જુલાઈ 2019, મંગળવાર
શ્રાવણ માસની શરૂઆત 17 જુલાઈથી થઈ રહી છે. આ મહિનાથી અનેકવિધ વ્રત અને તહેવારોનો પણ પ્રારંભ થાય છે. શ્રાવણ માસ શિવજીની આરાધના કરવાનો ઉત્તમ સમય હોય છે. આ માસ દરમિયાન શિવજીની પૂજા કરવાથી ભક્તોની સમસ્યાઓ ભોળાનાથ દૂર કરે છે. માતા પાર્વતી અને શિવજીની પૂજા આ માસમાં જે ભક્ત કરે છે તેના પર શિવજીની અસીમ કૃપા વરસે છે. આ વર્ષે શ્રાવણ માસનો પહેલો સોમવાર 22 જુલાઈના રોજ આવશે.
શ્રાવણ માસમાં રુદ્રાભિષેક પણ ખાસકરીને કરવામાં આવે છે. શિવજીનો અભિષેક અલગ અલગ દ્રવ્યોથી કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ માસમાં 4 સોમવાર આવે છે. શ્રાવણ માસનો અંતિમ સોમવાર 15 ઓગસ્ટના રોજ આવશે. આ દિવસ રક્ષાબંધન પણ ઉજવાશે. શ્રાવણ માસમાં અનેક શુભ સંયોગ પણ સર્જાશે. પહેલા સોમવાર પર પંચમીની તિથિ છે. જ્યારે બીજા સોમવારે પ્રદોષ વ્રત સાથે સર્વાર્થ સિદ્ધ અમૃત સિદ્ધિ યોગ, ત્રીજા સોમવારે નાગપંચમી અને ચોથા સોમવારે ત્રયોદશીની તિથિ ઉજવાશે.