અરવલ્લી જિલ્લામાં મોડાસા,માલપુર, મેઘરજ પંથકમાં એક ઇંચ સુધી વરસાદ
- મોડાસા અને મેઘરજમાં 1 ઈંચથી વધુ વરસાદ
- મેઘરજ-37,માલપુર-13, બાયડ-07 અને ધનસુરામાં 08 મીમી વરસાદ : મુરઝાતા ખરીફ પાકને જીવતદાન
મોડાસા,તા.24 જુલાઈ, 2020,
શુક્રવાર
અરવલ્લી જિલ્લામાં એકાએક
વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.ભારે ઉકળાટ બાદ જિલ્લાના મોડાસા,માલપુર અને મેઘરજમાં મૂશળધાર વરસાદ વરસ્યો
હતો.આમ લાંબા સમય બાદ જિલ્લામાં વરસાદ થતાં મુરજાતા ખેતીપાકને જીવંતદાન મળ્યું
હતું.આજે સવારે ૬ થી સાંજના ૪ દરમયાન મોડાસા-૨૮,મેઘરજ-૩૭,માલપુર-૧૩,બાયડ-૦૭ અને ધનસુરામાં ૦૮ મીમી વરસાદ
નોંધાયો હતો.આમ જિલ્લામાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અરવલ્લી જિલ્લામાં
સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું હતું.જેને લઈ અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારે
જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો.જેમાં મેઘરજ અને મોડાસા પંથકમાંબે કલાકમાં ૧ ઈંચથી
વધુ વરસાદ ખાબક્યો હતો.જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.મેઘરજના બેડજ,વાસણા,કુંભેરા અને
પહાડીયા પહાડીયા પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જયારે માલપુરના
સજ્જનપુરાકંપા, ગોવિંદપુર, વણઝારીયા,
મોરડુંગરી પંથકમાં પણ સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી
પ્રસરી હતી.આમ જિલ્લામાં વરસાદના લાંબા વિરામ બાદ શુક્રવારે વરસાદ ખાબકતાં મુરઝાતા
ખેતીપાકને જીવંતદાન મળ્યું હતું.છેલ્લા એક સપ્તાહથી સૂર્યનારાયણ દેવ બરાબર
કોપાયમાન થઈ અગનગોળા વરસાવતા ખેતીના પાકો મૂરજાઈ રહયા હતા.ત્યારે શુક્રવારે
જિલ્લામાં વરસાદ શરૂ થતાં થોડાક અંશે ખેડૂતોને રાહત થઈ હતી.