Get The App

પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહની ઉજવણી કરાઈ

- લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્રથી બગીમાં શોભાયાત્રા યોજાઈ

- પ્રબોધીની એકાદશીએ પરંપરાગત રીતે માતા તુલસી સાથે ભગવાન શ્રીવિષ્ણુજીના વિવાહ યોજાયા

Updated: Nov 16th, 2021

GS TEAM

Google News
Google News
પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહની ઉજવણી કરાઈ 1 - image

મોડાસા,તા.15

કારતક સુદ-૧૧ ને દેવઉઠી એકાદશીએ પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતેના ભવ્ય પ્રાચીન મંદિરે તુલસી વિવાહની પરંપરાગત રીતે ઉજવણી ઉમંગભેર હાથ ધરાઈ હતી. ભગવાનશ્રી વિષ્ણુજીનાવૃંદા (માતા તુલસી) સાથેના વિવાહ પ્રસંગે ગ્રહશાંતીથી માંડી વરઘોડા અને લગ્નવિધી શ્રધ્ધાભેર યોજાઈ હતી.

 પ્રબોધીની એકાદશીએ શ્રી ગદાધર વિષ્ણુ ભગવાનના મંદિર શામળાજી ખાતે તુલસી  વિવાહ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવાયોહ તો. આ મહિમાવંતા પર્વે મંદિર ટ્રસ્ટ દ્વાર જરૃરી તમામ તૈયારીઓ હાથ ધરાઈ હતી. જયારે માતા તુલસી(વૃંદા) સાથેના ભગવાન શ્રી વિષ્ણુજીના લગ્ન પ્રસંગે વરપક્ષના યજમાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શામળાજી ખાતેના શ્રી લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્રથી મંદિ રસુધી યોજાયેલ વરઘોડામાં બેન્ડવાઝાએ શૂરાવલીઓ પ્રસરાવી હતી. જયારે ભગવાનને સુશોધીત બગીમાં બીરાજમાન કરાયા હતા. એકાદશી પર્વે રાજભોગ બાદ બપોરના સમયે ગ્રહશાંતી સાથે યોજાયેલ આ વિવાહ પર્વમાં કન્યાપક્ષના યજમાનો,મંદિરના ટ્રસ્ટીઓ, કર્મીઓ અને મોટીસંખ્યામાં ભક્તજનો ઉમંગભેર જોડાયા હતા.

Tags :