Get The App

બાયડના બોરોલ ગામ પાસે શંકાસ્પદ માંસ ભરેલી કાર પલટી જતાં ત્રણ વ્યક્તિ ઘાયલ

- બનાવથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો

- માંસના કોથળા ભરેલા કારમાંથી બહાર આવી ગયા : મુદ્દામાલ ચકાસણી માટે મોકલી દેવાયો

Updated: Nov 16th, 2021


Google NewsGoogle News
બાયડના બોરોલ ગામ પાસે શંકાસ્પદ માંસ ભરેલી કાર પલટી જતાં ત્રણ વ્યક્તિ ઘાયલ 1 - image

બાયડ,તા. 15

મોડાસા-કપડવંજ સ્ટેટ હાઈ-વે ઉપર બાયડના બોરોલ પાસે આજે સવારે દસથી બાર વાગ્યાની વચ્ચે માંસ ભરેલી એક કાર પલટી ખાઈ ગઈ હતી. આ કારમાં ત્રણ વ્યક્તિ સવાર હતા અને ત્રણેયને ઈજા થતાં સારવાર અર્થે બાયડ તેમજ વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

માંસ ભરેલી કાર પલટી ખાઈ ગયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ માંસ શેનું છે અને કયાંથી લાવવામાં આવ્યું હતું કયાં લઈ જવામાં આવતું હતું તે દિશામાં પોલીસ સઘન તપાસ હાથ ધરી છે.

બાયડના બોરોલ પાસે ધોળા દિવસે કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે કારમાંથી કોથળા બહાર આવી ગયા હતા અને તેમાં માંસ ભરેલું નજરે પડયું હતું. માંસ જોઈને લોકોએ પોલીસને જાણ કરી હતી. કારમાં ત્રણ વ્યક્તિ સવાર હતી અને ત્રણેયને ઈજા થતાં ૧૦૮ મારફતે બાયડ તેમજ વાત્રક ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધોળા દિવસે માંસની હેરાફેરી કરવામાં આવતી હોવાની ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. આ માંસ શેનું છે અને કયાંથી લાવવામાં આવ્યું હતું અને કયાં લઈ જવાનું હતું તે દિશામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

પોલીસને બગાસું ખાતાં પતાસું મળ્યું

સ્ટેટ હાઈ-વે ઉપર માંસની હેરાફેરી વધી રહી છે. આ સિવાય દારૃની હેરાફેરી પણ થઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. કાર પલટી ગઈ ત્યારે પોલીસને બગાસું ખાતાં પતાસું મળ્યું છે પણ આવા અનેક વાહનોમાં માંસની હેરાફેરી થઈ રહી છે અને તે દિશામાં પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું દિવત-રાત ચેકિંગ કરવામાં આવે તો માંસ કયાંથી આવી રહ્યું છે અને કયાં લઈ જવાઈ રહ્યું છે તેનો પર્દાફાશ થઈ શકે તેમ છે. આરોપીઓને કડક તપાસ હાથ ધરાય તો માંસની હેરાફેરીનું નેટવર્ક કયાંથી ચાલી રહ્યું છે તેની સનસનીખેજ વિગતો બહાર આવી શકે તેમ છે.

borol

Google NewsGoogle News