Get The App

મોડાસાના અમરતપુરાકંપા, મેઢાસણ, ગોખરવામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

- મૂશળધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

- ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર, કુવાઓમાં નવા નીરની આવક : કેટલાંક સ્થળોએ પાણી ભરાયા

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
મોડાસાના અમરતપુરાકંપા, મેઢાસણ, ગોખરવામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો 1 - image

મોડાસા,તા.26 જૂન, 2020, શુક્રવાર

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટાને લઈ વરસાદ વરસી રહયો છે. શુક્રવારના રોજ મોડાસાના અમરતપુરાકંપા, મેઢાસણ,ગોખરવા અને સરડોઈ પંથકમાં સવા કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેથી ખેતરો જળ બંબાકાર બનયા હતા. અને કુવાઓમાં નવા નીરની આવક આવતાં ખેડૂતોમાં ખુશીની લેહર પ્રસરી હતી.

આજે એકાએક વાતાવરણમાં પલટો આવતાં મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.તાલુકાના મેઢાસણપગોખરવા,સરડોઈ અને અમરતપુરાકંપામાં સવા કલાકમાં ૩ ઈંચ જેટલો તોફાની વરસાદ તૂટી પડયો હતો.વરસાદની ગતિ એટલી તીવ્ર હતી કે ૧ કલાકમાં આ પંથકના ખેતરો જળ બંબાકાર બની ગયા હતા.આમ ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સુમારે મુશળધાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતો હવે વાવેતરના શ્રીગણેશ કરશે.આ વર્ષે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.બે દિવસ પહેલા શામળાજી માં મૂશળધાર વરસાદને લઈ નીંચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.અને નેશનલ હાઈવે પરની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.

આમ અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અમુક ઠેકાણે વરસાદ ખાબક્તા જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.તાલુકાના આ પંથકમાં સારો વરસાદ થતાં કુવાઓમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. મોડાસા તાલુકાના ગોખરવા, મેઢાસણ, સરડોઈ અને અમરતપુરાકંપામાં એકાએક વરસાદ તૂટી પડયો હતો.જેથી આ પંથકના નીચાણવાળા વિસ્તારના ખેતરો જળ બંબાકાર થયા હતા.અને કુવાઓમાં નવા નીરની આવક આવતાં કુવાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા. સવા કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્તા પાણી-પાણી જોવા મળ્યું હતું.ગામના વાંઘામાં પણ બે કાંઠે પાણી વહી રહયું હતું.આ પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી ની લહેર પ્રસરી છે.

Tags :