Get The App

આત્મઘાતી વિસ્ફોટમાં દંપતીના મોત મામલે એસઓજીને તપાસ સોંપાઇ

- મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામે

- જિલ્લામાં વિસ્ફોટક પદાર્થનું વેચાણ કરનાર પરવાનેદારોના સ્થળો,સ્ટોક અને ખરીદી સહિતની તપાસ હાથ ધરાઈ

Updated: Feb 27th, 2022

GS TEAM

Google News
Google News
આત્મઘાતી વિસ્ફોટમાં દંપતીના મોત મામલે એસઓજીને તપાસ સોંપાઇ 1 - image

મોડાસા,તા. 26

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામે  મોડસ ઓપેરન્ડી અજમાવી શરીરે ડીટોનેટર પદાર્થ વીંટાળી પત્નીને ભેટી વિસ્ફોટ કરી પત્ની સહિત પોતાનું મોત નીપજાવવાની ઘટનાએ રાજયભરમાં ચકચાર જગાવી છે. ત્યારે આ  વિસ્ફોટ પ્રકરણે વધુ તપાસ જિલ્લા સ્પેશ્યલ  ઓપેરશન ગુ્રપને સોંપાઈ હતી. અને આ ટીમ સહિત એલસીબી,પેરોલ ફર્લો સ્કોડ સહિતની જુદી જુદી ટીમો દ્વારા જિલ્લામાં આવા વિસ્ફોટક પદાર્થ ડીટોનેટર,જીલેટીન રાખતા અને વેચતા પરવાનેદારોથી માંડી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તત્વોની તપાસ હાથ ધરવામા આવી હતી.

મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામે પીયરમાં રહેતી પત્નીના ચારીત્ર ઉપર શંકાઓ સેવી મોત નીપજાવવા પતિએ જ આત્મઘાતી બોંબ બની હત્યા કરતાં રાજયભરમાં ચકચાર મચી હતી. મોડાસા તાલુકાના મુલોજ ગામના અને વેલ્ડીંગ કામ કરતા પતિ લાલ પગી એ પોતાની પત્નીને ભેટી પોતાના શરીરે વીંટાળેલ ડીટોનેટરનો વિસ્ફોટ કરતાં આ ચકચારી ઘટનામાં પતિ અને પત્નિ બંનેના મોત નીપજયા હતા. ત્યારે રાજયભરમાં ચકચાર મચાવનાર આ વિસ્ફોટ અને હત્યા પ્રકરણની તપાસ જિલ્લાના ઈન્ચાર્જ પોલીસવડા નીરજ બડગુજરે એસઓજીને સોંપી હતી.

 જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપના ઈન્ચાર્જ ઈન્સ્પેકટર સી.પી.વાઘેલાએ આ તપાસમાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમોને પણ જોડી હતી.અને મૃતક હત્યારા આરોપીએ ડીટોનેટર કયાંથી ? કેવી રીતે મેળવ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ હોવાનું ડીવાયએસપી ભરત બસીયાએ જણાવ્યું હતું.

જિલ્લા નાયબ પોલીસવડા ના જણાવ્યા મુજબ જિલ્લામાં ડીટોનેટર,જીલેટીન સહિતના વિસ્ફોટક પદાર્થના જે પરવાનેદારો આવેલા છે,તેમના સ્થળ સહિત ખરીદી- સ્ટોક અંગે સઘન તપાસ હાથ ધરાશે. જયારે આ ઘટનામાં અન્ય લોકોના નિવેદન મેળવવામાં આવી રહયા છે. જે વ્યક્તિઓ શંકાસ્પદ હોવાનું જણાઈ રહયું છે તેઓના ફોન સ્વીચ ઓફ આવે છે,ત્યારે તેઓને ઝડપી ખૂટતી કડીઓ મેળવાશે અને આ ઘટનામાં હત્યારો હયાત નથી  તેનો મોબાઈલ પણ વિસ્ફોટમાં નાશ પામ્યો છે,ત્યારે તેના નંબર ઉપરથી કોલ ડીટેલ્સ કઢાવી આ હત્યારાના સંપર્કોની તપાસ કરાશે.