શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પાસે ટ્રક અને બસમાં આગ લાગવાનું રહસ્ય અકબંધ
- ચેક પોસ્ટ બંધ થયા બાદ ડિટેઈન કરેલા વાહનો રામ ભરોસે
- આરટીઓ દ્વારા ડિટેઈન કરેલા બે વાહનોમાં આગ ભભૂકતા બળીને ખાખ થઇ જતા તર્કવિતર્ક
મોડાસા,તા.27 જૂન, 2020,
શનિવાર
શામળાજી આરટીઓ ચેકપોસ્ટ ઉપર
ડિટેઈન કરેલા ટ્રક અને લકઝરીમાં અચાનક આગ લાગી હતી.જેથી ટ્રક અને લકઝરી બળીને ખાખ થઈ
ગયા હતા. આગનું વિકરાઈ સ્વરૂપ જોઈ આસપાસથી
પસાર થતા વાહનો અને રાહદારીઓ ગભરાઈ ગયા હતા.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ લેતા ટ્રક
અને લકઝરી બળીને હોમાઈ ગયા હતા.આમ ચેકપોસ્ટ બંધ થયા બાદ ડિટેઈન કરેલ વાહનો રામ ભરોસે
મૂકી દીધા છે.
શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પાસે
શુક્રવારના રોજ ડીટેઈન કરેલા વાહનોમાં ટ્રક અને લકઝરીમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી.જોતજોતામાં
આગે વિકરાળ સ્વરૂપ લેતાં આગમાં આ બંને વાહનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા.લાખ્ખો રૂપિયા
ના સાધનો આગમાં લપેટાઈ ગયા હતા અને મોટુ નુકશાન થયું હતું.આગના ધુમાડા દુર સુધી દેખાતાં
લોકો દોડી આવયા હતા.હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ રહયું હતું.આમ ચેકપોસ્ટ બંધ થયા
બાદ ડિટેઈન કરેલ વાહનો રામ ભરોસે મૂકી દેવાયા છે.ત્યારે શુક્રવારના રોજ કોઈ કારણસર
આ ડીટેઈન કરેલ ટ્રક અને લકઝરીમાં આગ ભભૂકી ઉઠી હતી.
જેથી ટ્રક અને લકઝરી બંને
આગમાં બાળની ખાખ થઈ ગયા હતા.ટ્રક અને લકઝરી આગમાં હોમાઈ જતાં લાખ્ખો રૂપિયાના સાધનો
બળીને ખાખ થઈ ગયાહતા. આમ રામ ભરોસે ડિટેઈન કરેલ વાહનોમાં અગાઉ કોઈંક ચોરો ટાયર અને
સ્પર પાર્ટસ ચોરી ગયા હતા. જેથી આવા ડિટેઈન કરેલ વાહનો સરકારી તંત્ર યોગ્ય જગ્યાએ મૂકે
તો નુકશાન થી બચાવી શકાય.આમ ટ્રક અને લકઝરીમાં અચાનક આગ લાગતા બંને વાહનો બળીને ખાખ
થઈ ગયા હતા.