Get The App

મેઘરજ તાલુકામાં 161 પૈકી 140 તળાવોના તળિયા દેખાવા લાગ્યા

- જળસ્ત્રોતો ડૂકવા લાગતા રવી પાકના વાવેતરની અસર

- અપુરતા વરસાદથી જળાશયો ખાલીખમ તાલુકામાં 44 પૈકી 30 ચેકડેમોમાં કાંકરા ઉડયાં

Updated: Nov 17th, 2021

GS TEAM

Google News
Google News
મેઘરજ તાલુકામાં 161 પૈકી 140 તળાવોના તળિયા દેખાવા લાગ્યા 1 - image

મેઘરજ તા.16

મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે સોમાસુ સિઝનમાં અપુરતો વરસાદ થયો હતો જેના પગલે તાલુકાના ૧૪૦ તળાવો અને ૩૦ ચેકડેમોના તળિયા દેખાવા લાગ્યા છે અને આગામી દિવસોમા તાલુકામાં પાણીની ગંભીર સ્થિતિ ઉભી થાય તેવી સંભાવના છે.

તાલુકામાં વૈડીડેમ આવે છે પરંતુ વૈડીડેમથી માત્ર ૧૨ જેટલા ગામોને સિંચાઇ માટે પાણી લાભ મળેછે અને ૧૧૭ જેટલા ગામોના ખેડુતો બોર કુવા તળાવો અને નદીના પાણીથી ખેતી કરે છે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેતાં મેઘરજ તાલુકામાં શિયાળાની શરૃઆતથી જ ચેકડેમ કોરાધાકોર થઇ ગયા છે તળાવોનાં તળીયાં દેખાવા લાગ્યાં છે અને વાત્રક નદીમાં ગણતરીના દિવસોમાં પાણી વહેતુ બંધ થાય તેમછે ત્યારે તાલુકાના ખેડુતોને ભર શિયાળામાં સિંચાઇના પાણી માટે સમસ્યા સર્જાવવાના એંધાણ વર્તાયા છે અને ઉનાળાની શરૃઆતમાં પીવાના પાણી અને ઘાસ ચારાની મોટી સમસ્યા સર્જાય તેવા ભણકારા વાગી રહ્યા છે ત્યારે મેઘરજ તાલુકના લોકોની માંગ ઉઠી છે કે તાલુકાનાંતમામ તળાવો પાઇપ લાઇનથી પાણી ભરવામાં આવે અને વાત્રક નદીમાં પણ પાણી નાખવામાં આવે જેથી બારે માસ વાત્રક નદી વહેતી થાય અને કાયમી પાણીની સમસ્યાનો હલ થાય તેમ છે.

Tags :