બાયડ ,31
ગુજરાત વાલ્મિક સમાજના સફાઈ કામદારો જુદા - જુદા પ્રશ્ન
માટે એક દિવસ સફાઈ બંધ માટે હડતાલ પાડશે.
બાયડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા બાયડ નગરપાલિકા કચેરીમાં
સફાઈ કામદાર ફરજ બજાવતા તા.૧-૧-૨૦૨૨ ના રોજ એક દિવસની સફાઈ કામદારો સફાઈ કરશે નહી
સફાઈ કામદારોને જેવા કે તેમના ૧૧ પ્રશ્નો માટે રજુઆત કરવામ આવી હતી. ૧૬૨
નગરપાલિકામાં ૫૦ ટકા ભરતી પ્રક્રિયામાં રોસ્ટર મુજબ થતો અન્યાય જે લોકો વર્ષોથી
સફાઈ કરતા હોય તેઓને અળગા રાખી અન્ય લોકોને લેવામાં આવે છે. તો ૫૦ ટકા ભરતી
પ્રક્રિયામાં રોસ્ટર પ્રથા બંધ કરી સીધી ભરતી કરવી, ગુજરાત સફાઈ
કામદારોને કોન્ટ્રાક પધ્ધતિ લઘુતમ વેતન તથા એ.પી.એફ આપવામાં આવતું નથી.
પાંચ વર્ષથી આઉટ
સોસીંગમાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવા, વાલ્મીક સમાજની
શિક્ષણ ક્ષેત્રે ૨ ટકા ની અનામત આપવામાં આવે, ગુજરાતમાં વર્ગ
- ૪ ની ભરતી પ્રક્રિયા કેટલાક વર્ષ થી બંધ છે તે ભરતી પ્રક્રિયા ચાલુ કરી તે
અનુંસધાને બાયડ નગરપાલિકા તથા બાયડ પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.


