Get The App

સરકારી તાલીમ કેન્દ્રમાં બાળ મજૂરી મુદ્દે ઘટના સ્થળેથી નિવેદન લેવાયા

- મોડાસાના સાકરીયા ગામ નજીક

- તંત્ર દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો : કલેક્ટરે બાળમજદૂર અધિકારીને વિગતો સાથે બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઇ

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
સરકારી તાલીમ કેન્દ્રમાં બાળ મજૂરી મુદ્દે ઘટના સ્થળેથી નિવેદન લેવાયા 1 - image

 હિંમતનગર,મોડાસા, તા. 1

મોડાસાના સાકરીયા નજીક સરકારી તાલીમ કેન્દ્રના બાંધકામમાં બાળમજૂરીના અહેવાલ બાદ અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા તેની ગંભીર નોંધ લેવાઈ છે.

આ મુદ્દે બાળમજદૂર અધિકારી ટાસ્કફોર્સના અધિકારીઓને તા.૬ ના રોજ આયોજીત ટાસ્કફોર્સની મીટીંગમાં વિગત સાથે હાજર રહેવા સૂચના આપી છે. તંત્રની ટીમોએ સ્થળ ઉપર મજૂર તેમજ સુપરવાઈજરના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો છે. તાલિમી ભવન કેન્દ્રના બાંધકામમાં બાળમજૂરીઓની ગંભીર વિગતો સામે આવ્યા બાદ તંત્રના અધિકારીઓ દોડતાં થયા છે. શુક્રવારે આસિસ્ટન્ટ ગવર્મેન્ટ લેબર ઓફિસર દ્વારા ટાસ્કફોર્સ અને ચાઈલ્ડ લાઈનને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેથી ટીમ દ્વારા તાબડતોબ સાકરીયા પાસે નિર્માણ થતા તાલિમી ભવન કેન્દ્રમાં જઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં આશ્ચર્ય વચ્ચે બાળમજૂર ગાયબ થઈ ગયા હતા પરંતુ ટીમ દ્વારા કેટલાંક લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. અહેવાલની જિલ્લા કલેક્ટર ર્ડા. નરેન્દ્રકુમાર મીણા દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને તંત્રના અધિકારીઓને તા.૬ ના રોજ આયોજીત થનાર ટાસ્કફોર્સની મીટીંગમાં સાકરીયા બાળમજૂરી પ્રકરણમાં શું કામગીરી થઈ તેનો રિપોર્ટ રજુ કરવા માટે સૂચના આપ્યાનું જાણવા મળ્યું છે.