મોડાસા માર્કેટયાર્ડમાંથી ઘઉંની છ બોરીની ઉઠાંતરી કરાઈ
- ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
- અનાજના વેપારીની દુકાન આગળ પડેલી ઘઉંની બોરી કોઈક ઉઠાવી ગયુ
મોડાસા,તા.4 જુલાઈ, 2020,
શનિવાર
મોડાસા માર્કેટયાર્ડમાં
અનાજના વેપારીની દુકાન આગળ પડેલી ૬ ઘઉં ની બોરી કોઈક ચોર ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો
હતો.
આ આખીય ઘટના
માર્કેટયાર્ડના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.મોડાસા ટાઉન પોલીસે સમગ્ર ઘટનાની
તપાસ હાથ ધરી છે. મોડાસા યાર્ડમાંથી શનિવારના રોજ અનાજના વેપારીની દુકાન પાસે
પડેલી ૬ ઘઉંની બોરી કોઈક ઉઠાવી ગયું હતું. જેથી દુકાન માલીકે આસપાસ તપાસ કરી પરંતુ
ચોર આ ઘઉંની બોરી લઈ યાર્ડમાંથી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના અંગે યાર્ડના
કર્મચારીને રજૂઆત કરાઈ હતી.આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.જેથી સીસીટીવી
ફુટેજના આધારે ચોર ને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.આ અંગે મોડાસા ટાઉન પોલીસને જાણ
કરાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.