ધનસુરા તાલુકાની 13 પૈકી છ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર
- સવારથી જ ઉમેદવારો સહિત ટેકેદારોનો ભારે ઘસારા
- વિજેતા ઉમેદવારોએ સરઘસ કાઢીને વિજ્યોત્સવ મનાવ્યો
ધનસુરા,તા.21
ધનસુરા સહિત તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા હાથ
ધરાઈ હતી.જેની ગણતરી જે.એસ.મહેતા હાઈસ્કુલના હોલમાં કરવામાં આવી હતી.
જેમાં સાંજ સુધીમાં ૬ ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર થયું હતું.
પરિણામને લઈ ઉમેદવારોના ટેકેદારો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા. અને વિજેતા ઉમેદવારોને
હારતોરા અને ગુલાલ ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો.
ધનસુરા સહિત તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ મત ગણતરી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી હાથ ધરાઈ હતી. જેમ જેમ ગ્રામ પંચાયતોનું ચૂંટણી
પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોને ટેકેદારો દ્વારા ફુલહાર પહેરાવી વધાવી લઈ અભિનંદન
પાઠવવ્યા હતા.જયારે ડી.જે.ના તાલે ગુલાલ ઉડાડી હર્ષોલ્લાસ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો.ચૂંટણી
પરિણામ જાહેર થતાં કહી ખુશી...કહી ગમ ના દ્દશ્યો સર્જાયા હતા. વહેલી સવારથી જ લોકોના
ટોળે ટોળા ઉમટી પડયા હતા.અને સરપંચની સીટના ઉમેદવારો તથા વોર્ડના પંચાયત પૈકી ચૂંટણી
પરિણામ જાહેર થયેલી ગ્રામ પંચાયતોમાં અંબાસર ગ્રામ પંચાયતમાં સરપંચ પદે લાલસિહ બાબુસિંહ જાહેર થયા હતા.
બુટાલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હિનાબેન મહેન્દ્રસિંહ ઠાકોર-૧૦૮૮
મત મેળવ્યા હતા.રમોસમાં કમલેશભાઈ કાંતીભાઈ પટેલ ૧૧૩૨ મત મેળવી વિજય થયા હતા. જયારે
હરીપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે સંજયકુમાર બાબુભાઈ રબારી ૧૦૬૨ મત મેળવી વિજયી થયા હતા.ઉદેપુર ગ્રામ પંચાયતમાં ફૂલસિંહ રાણાજી
સોલંકી ૧૦૦૨ મત મેળવી વિજયી થયા હતા.જયારે કીડી ગ્રામ પંચાયતમાં સુખસિંહ અમરસિંહ મકવાણા
સરપંચ પદે વિજયી જાહેર થયા હતા.આમ ધનસુરા તાલુકાની ૧૩ગ્રામ પંચાયતો પૈકી ૬ ગ્રામ પંચાયતોના
ચૂંટણી પરિણામ જાહેર થયા હતા.