બાયડ,તા.૪
બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં હઠીપુરા બસ સ્ટેશન
નજીક સી.એન.જી. રિક્ષામાંથી વિદેશી દારૂની
૨૦૨ બોટલ સાથે અમદાવાદના એક ખેપીયાને સાઠંબા
પોલસે રંગેહાથે દંબોચી લીાો હતો.
સાઠંબા પોલીસે સાઠંબાથી ધોરીડુગરી રોડ ઉપર પેટ્રોલીંગ કરતા હતા ત્યારે બાતમી મળેલ કે ધોરીડુંગરી થઈ સાઠંબા તરક
સી.એન.જી રીક્ષામાં દારૂનો જથ્થો ભરી ને આવે
છે.
તેવી બાતમી મળતા હઠીપુરા ગામના બસ સ્ટેશન પાસે સાંઠંબા-ધોરીડુગરી
રોડ ઉભા રહીને નાકાંબંધી કરી વાહન ચેકિંગ કરતા હતા ત્યારે સી.એન.જી. રીક્ષા ધોરીડુગરી તરફથી આવતી હોય જેને રોકવાનો પ્રયત્ન કરતા રિક્ષાના ચાલકે રીક્ષા ઉભી
રાખતા રીક્ષાના ચાલકને કોર્ડન કરી રીક્ષાના ચાલકને દબોચી લીાો હતો. રિક્ષા ચાલકનું
નામ પ્રમોદકુમાર રમેશભાઈ જીવણભાઈ પરમાર ઉ.૨૬ રહે.૩૮, પાવર હાઉસ સામે ચીમનભાઈ બ્રિજ નીચેના છાપરામાં, સાબરમતી-અમદાવાદ, મુળ રહે.વડનગર, અમરથોલી, પીઠોડી દરવાજા, રીક્ષાને જોતા સી.એન.જી.
રિક્ષામાંથી કુલ બોટલો નંગ-૨૦૨,
કિ.૮૨,૦૦૦, મોબાઈલ ફોન કિ.૨૦૦૦, સી.એન.જી રીક્ષા કિ.૬૦,૦૦૦ કુલ મુદ્દામાલ
કિંમત ૧,૪૪,૦૦૦ મુદ્દામાલ કબ્જેે
કર્યો હતો. સાઠંબા પોલીસે પ્રમોદકુમાર રમેશકુમાર જીવણભાઈ પરમાર સામે ગુનો નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરી હતી.


