મોડાસા પંથકમાં અર્ધો ઈંચથી વધુ વરસાદ : ચાલુ મહિનાના 25 દિવસમાં જિલ્લામાં 63 મીમી વરસાદ
- અરબી સમુદ્રમાં લો-પ્રેશર સીસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- જિલ્લાના મેઘરજ પંથકમાં 4 મીમી વરસાદ નોંધાયો : બુધવારે શામળાજી સહિતે મેશ્વો જળાશય વિસ્તારમાં 34 મીમી વરસાદ વરસ્યો હતો
મોડાસા,તા.25 જૂન, 2020, ગુરૂવાર
અરવલ્લી જિલ્લામાં
પ્રિ-મોન્શૂન એકટીવી સમયે સમયે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.વિધીવત ચોમાસાનો
જિલ્લામાં પ્રારંભ થાય તે પૂર્વે જ સરેરાશ ૬૩ મીમી વરસાદ નોંધાયા છે.જયારે ગત
બુધવાર થી જિલ્લામાં વિધીવત ચોમાસાનો પ્રારંભ શામળાજી પંથકમાં થી ધમાકેદાર થયો
છે.કરા સાથે વરસેલા આશરે દોઢ ઈંચ વરસાદ સાથે જિલ્લામાં વરસાદી સીઝન આરંભાતા જ
તંત્રની પોલ કેટલાક ઠેકાણે ખુલ્લી પડી છે.જયારે છેલ્લા ૨૪ કલાકમાં મોડાસા પંથકમાં
૧૪ મીમી અને મેઘરજ પંથકમાં ૦૪ મીમી વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં જુન માસના
બીજા અઠીવાયામાં પ્રિ-મોન્શૂન એકટીવી ને લઈ વર્વત્ર વરસાદ વરસ્યો હતો.આ દિવસો
દરમ્યાન સૌથી વધુ ૧૦૬ મીમી એટલે કે ૪ ઈંચ વરસાદ માત્ર મોડાસા વિસ્તારમાં જ
પ્રિ-મોન્શૂન એકટીવી હેઠળ નોંધાયો હતો.જયારે અન્ય એવા માલપુર તાલુકામાં ૯૧ મીમી,બાયડ ૬૭ મીમી,ધનસુરા-
૬૦ મીમી જયારે મેઘરજ અને ભિલોડા તાલુકામાં ૨૬ મીમી વરસાદ જૂનના પ્રથમ અઠવાડીયા
દરમ્યાન થવા પામ્યો હતો.
હવે અરબી સમુદ્રમાં લો
પ્રેશર સીસ્ટર સક્રિય થતાં જ ઉત્તર ગુજરાતના મહેસાણા,સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે
વરસાદની આગાહી કરાઈ છે.ત્યારે જિલ્લાના શામળાજી પંથકમાં ગત બુધવાર ની બપોરે ઉમટી
આવેલા કાળા ડીંબાગ વાદળો અને વાવાઝોડા વચ્ચે કરા સાથે વરસાદ પડતાં મંદિરમાં જવુ પણ
એક સમયે મુશ્કેલ બન્યું હતું.બુધવારના રોજ શામળાજી સહિત મેશ્વો જળાશય પંથક
વિસ્તારમાં ૩૪ મીમી વરસાદ વરસ્યો હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું
હતુ.જયારે ગુરૃવસ્ની સવારે મોડાસામાં હળવા
વરસાદી ઝાપટા વરસતાં પંથકમાં ૧૪ મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં થવા પામ્યો
હતો.જયારે મેઘરજ પંથકમાં ૦૪ મીમી વરસાદ ફલડ વિભાગે રજીસ્ટર્ડ થયો હતો.