મોડાસાના સરડોઈ ગામે ત્રણ શખ્સોએ ડેમો કરવાનું કહી ચોરી કરી ફરાર થયા
- એરકુલર, ઘરઘંટી વેચવાનું કામ કરીએ છીએ કહી ઠગાઇ કરી
- ઘરમાં રહેલા 22 હજાર રોકડ,કાંડા ઘડીયાળ,મોબાઈલ સહિતની મતા ઉઠાવી જતાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી
મોડાસા,તા. 25
મોડાસા તાલુકાના સરડોઈ ગામે
નટરાજ કંપનીમાંથી આવીએ છીએ કહી ગ્રાહકના ઘરે જઈ ડેમો કરવાનું કહી રૂ.૨૬ હજારની મત્તાની
ચોરી કરી ગઠીયા પલાયન થઈ ગયા હતા.ઘર માલીક દૂધ લેવા બહાર ગયા ત્યારે ઘરમાં રખાયેલ રોકડ
રકમ,કાંડા ઘડીયાળ,મોબાઈલ ની
ચોરી કરી નાસી છુટયા હતા. ત્રણ ઠગોએ કંપીનાના નામે ગ્રાહકને છેતરી ચોરી કરી ફરાર થઈ
જતાં આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઈ હતી. પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે
ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસાના સરડોઈ ગામે રહેતા
રતીલાલ રામજીભાઈ ભોઈના ઘરે ત્રણ અજાણ્યા શખ્શો કાર લઈને આવ્યા હતા.ઘરમાં પ્રવેશ કરી
કહેતા હતા કે અમો નટરાજ કંપનીના માણસો છીએ અને નટરાજ કંપનીની જુદીજદુી આઈટમો વેચવાનું
કામ કરીએ છીએ.હાલ અમારી પાસે ઘરઘંટી,ગેસની સગડી,એરકુલર છે તે બતાવી વાતચીત કરતા હતા. તે દરમ્યાન
ઘર માલીક દૂધ લેવા બહાર ગયા અને આવેલા ત્રણ શખ્શોએ ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો.ટેબલના
ખાનામાંથી રોકડ રૂ.૨૨ હજાર,કાંડા ઘડીયાળ,રૂ.૯૦૦/-,મોબાઈલ કિં.રૂ.૧૭૦૦/- તથા વુફર સ્પીકર -૨ કિં.રૂ.૧૬૦૦/-
મળી કુલ રૂ.૨૬૨૦૦/- ની મત્તાની ચોરી કરી ત્રણેય ઠગો ભાગી છુટયા હતા.જેથી તેઓએ જણાવેલ
નામ અને મોબાઈલ નંબર ઉપર ઘર માલીકે સંપર્ક કરતાં તેઓ પૈસા અને સામાન પાછો આપી દેવાની
વાત કરી હતી. પરંતુ આ ત્રણેય ઠગોએ ગ્રાહકને છેતરતાં આ અંગે રતીલાલ રામજીભાઈ ભોઈ નાઓએ
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય પી. (રહે. ઘોડાસર, અમદાવાદ),
યોગેશ બામણીયા (રહે.લીલછા, તા. ભિલોડા) અને મેહુલ (રહે.ઈડર, જિ. સા.
કાં.) નાઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ
હાથ ધરી હતી.