મોડાસા,તા.26 જૂન, 2020,
શુક્રવાર
તાજેતરમાં ગલવાન ઘાટી પર
ચીની સૈનિકો સાથે સર્જાયેલી અથડામણમાં દેશના ૨૦ વીર જવાનો એ દેશ માટે શહીદી વ્હોરી
હતી. આ વીર જવાનોને આમ આદમી પાર્ટી અરવલ્લી દ્વારા મોડાસા ખાતે શ્રધ્ધાંજલી અપાઈ
હતી. અને પેટ્રોલ, ડીઝલમાં
ભાવ વધારો, શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને ફી માફી અને ચીની
વસ્તુઓ ના બહિષ્કાર સહિતની વિવિધ માંગણીઓને લઈ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા
સહિતના કાર્યક્રમો મોડાસા ખાતે યોજાયા હતા.
અરવલ્લી જિલ્લા આમ આદમી
પાર્ટીના જિલ્લા પ્રમુખ ડી.બી. ડામોર, ઉપપ્રમુખ ઉસ્માનલાલા, પોપટલાલ બારીયા, એસ.ટી.સેલના પ્રમુખ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોડાસા ખાતે એકઠા થયા
હતા.આ કાર્યકરો દ્વારા જરૂરી સોશીયલ ડિસ્ટન્સ સહિતની તકેદારીનું યોગ્ય પાલન કરી મા
ભૌમ ખાતર દેશની ચીન સરહદે ગલવાન ઘાટી ખાતે
શહીદી વ્હોરનાર ૨૦ વીર જવાનોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને સાચી શ્રધ્ધાંજલી રૂપે
ચીન દ્વારા ઉત્પાદન કરાતી તમામ ચીની તીજ વસ્તુઓનો સંદ્દતર બહિષ્કાર કરો એવા સૂત્રો
પોકારી જનતાને સંદેશો પાઠવ્યો હતો. આ
કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડિઝલ માં ભડકે બળતા ભાવો ને લઈ ભારે વિરોધ કરાયો હતો.


