માલ૫ુરના ડોડીયા ગામે જમીન બાબતે લાકડી વડે હુમલો કરાયો
- બે શખ્સો સામે પોલીસ ફરિયાદ કરાઈ
- તારા લગ્ન થયા નથી જેથી આ જમીન તો અમારે લઈ લેવાની છે તેમ કહી મારમારીને ધમકી આપી
મોડાસા,તા. 9
માલપુર તાલુકાના ડોડીયા ગામે જમીન અમારે લઈ લેવાની છે કહી ફરીયાદીને
લાકડી વડે માર મરાયો હતો.ડાબા પગે લાકડીનો ફટકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો
કરાયો હતો. જેથી આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.
ડોડીયા નવી વસાહત ગામે રહેતા ઉદાભાઈ નાથાભાઈ વડેખે નોંધાવેલી
ફરીયાદમાં જણાવ્યા મુજબ ગામના જ બે શખ્સોેએ
તેઓને કહેલ કે તારી જમીન તો અમારે લઈ લેવાની છે,તારૂ લગ્ન થયું નથી જેથી આ જમીન તો અમો લઈ લઈશું કહી ઝઘડો કર્યો
હતો.
ફરીયાદીએ કહેલ કે આ જમીન તો મારી છે તેવું કહેતા જ બે શખ્સો
ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો.જેમાં ઉદાભાઈને ડાબા પગે લાકડીનોફટકો મારી ગડદાપાટુનો
માર મરાયો હતો. આમ જમીન બાબતે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. જેથી આ અંગે
ઉદાભાઈ નાથાભાઈ વડેખ નાઓએ માલપુર પોલીસ સ્ટેશનમાં કનુભાઈ કાળાભાઈ વડેખ અને કાળુભાઈ
કાહયાભાઈ વડેખ(બંને રહે.ડોડીયા,તા.માલપુર)નાઓ
વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બે ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.