Get The App

અરવલ્લી જિલ્લામાં 230 ગ્રામ પંચાયતોની ચૂંટણી 693 મતદાન મથકો પર યોજાશે

- ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ : 4,68,397 મતદારો નોંધાયા

- જિલ્લામાં 144 મતદાન મથકો સંવેદનશીલ અને 114 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર : ચૂંટણી માટે 4216 કર્મીઓનો સ્ટાફ ફળવાયો

Updated: Dec 5th, 2021

GS TEAM

Google News
Google News
અરવલ્લી જિલ્લામાં 230 ગ્રામ પંચાયતોની ચૂંટણી 693 મતદાન મથકો પર યોજાશે 1 - image

મોડાસા,તા. 4

અરવલ્લી જિલ્લામાં ૧૯મી ડીસેમ્બરના રોજ ૧૯૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય,૩૩ ગ્રામ પંચાયતોમાં પેટા અને ૦૧ ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર મળી કુલ ૨૩૦ ગ્રામ પંચાયતોના ૬૯૪ મતદાન મથકો  ઉપર ૧૯ ડીસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે.

આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયિક રીતે યોજાય તે માટે જિલ્લા કલેકટર સહિત ટીમ  દ્વારા તમાામ આયોજનને આખરી ઓપ અપાઈ ચૂકયો છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી મતપત્રક (બેલેટ)થી યોજાનાર હોઈ તંત્ર દ્વારા કુલ ૬૯૪ મતદાન મથકોમાંથી ૧૪૪ મતદાન મથકો સંવેદનશીલ અને ૧૧૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ તારવી દેવાયા છે. અને ૧૪૩૦ મત પેટીઓની ફાળવણી કરી દેવાઈ છે.

અરવલ્લી જિલ્લામાં ૧૯મી ડીસેમ્બરે યોજાનાર ૨૩૦ ગ્રામ પંચાયતોના ૬૯૪ મતદાન મથકો ઉપરથી સરપંચ પદની કુલ ૨૩૦ અને વોર્ડ સદસ્યોની કુલ ૧૭૮૩ બેઠકો મળી કુલ ૧૯૮૪ બેઠકો માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ હાથ ધરાઈ છે. અરવલ્લી જિલ્લા કલેકટર ર્ડા.નરેન્દ્રકુમાર મીણા,અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં   જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અધિકારી થી માંડી ઝોનલ ઓફીસર,મતદાન અધિકારી અને બુથ ઉપરના સ્ટાફ સહિત કુલ ૪૨૧૬ કર્મીઓની નિયુક્તિ કરી દેવાઈ છે. જિલ્લાના કુલ ૬૯૪ મતદાન મથકો પૈકી ૧૧૪ અતિ સંવેદનશીલ,૧૪૪ સંવેદનશીલ મથકો અલગ તારવી ચાં૫તો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. જિલ્લાની ૧૯૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય,૩૩ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી અને ૦૧ ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર ચૂંટણીમાં નોંધાયેલ ૪,૬૮,૩૯૭ મતદારો પોતાના પસંદગીના ૨૦૧ સરપંચ અને ૧૭૮૩ વોર્ડ સભ્યોને મત આપી ચૂંટી કાઢશે.

Tags :