મોડાસા,તા.2
અરવલ્લી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૧લી
નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમ્યાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ હાથ ધરાયો હતો.૩૦
દિવસ દરમ્યાન ૪ વાર વિભાગ દ્વારા જિલ્લાના
કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશ બાદ રાજયભરમાં ૧લી નવેમ્બરથી
મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે. રાજય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ
અરવલ્લી જિલ્લામાં હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં છેલ્લા એક માસમાં મતદાર યાદીમાં નામ
નોંધાવવાથી માંડી,નામ કમી કરાવવા,મતદારી
યાદીમાં જરૂરી સુધારો કરાવવો કે ભાગ બદલવા સહિત કુલ ૫૪૦૮૧ અરજદારોએ પોતાની અરજીઓ
ઓનલાઈન કે બીએલઓ દ્વારા નોંધાવી છે. ૩૦મી નવેમ્બર સુધીનીઆ ઝુંબેશમાં મુદ્દત વધારાઈ
છે અને ૫મી ડીસેમ્બર સુધી આ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.ત્યારે જિલ્લાની ૩
વિધાનસભા બેઠકોની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ ૧લી જાન્યુઆરીના રોજ કરવામાં આવનાર છે.
૧૦૬૨ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી. ત્યારે આ એક માસ દરમ્યાન
જિલ્લા ચૂંટણી વિભાગને નવા મતદારો ના નામ નોંધાવવા માટે ૨૦૪૮૭,મતદાર
યાદીમાંથી નામ કમી કરાવવા કે નામ સામે વાંધો લેવા ૯૩૦૨,મતદાર
યાદીમાં નોંધાયેલ નામ, સરનામામાં સુધારણા માટે ૧૩૯૦૯ જયારે
એક વિધાનસભા મત વિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા ૮૨૭ અરજીઓ પ્રાપ્ત
થઈ છે. તંત્રને ખાસ ઝુંબેશ હેઠળ ૪૪૫૨૫ જયારે ગરૂડા એપ દ્વારા ઓનલાઈન ૯૫૫૭ અરજીઓ
સહિત કુલ ૫૪૦૮૧ અરજીઓ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રાપ્ત થઈ હોવાનું જિલ્લા
નાયબ ચૂંટણી અધિકારી કમળાબેન નિનામાની યાદીમાં જણાવાયું હતું.
જિલ્લામાં હાથ ધરાયેલ આ મતદારયાદી સુધારણા ઝુંબેશ દરમ્યાન
૧૮ થી ૧૯ વર્ષની વયના ૧૦૦૧૨ નવા યુવા મતદારોએ જયારે ૨૦થી ૨૯ વર્ષની વયના ૬૨૫૯ મળી
કુલ ૧૬૧૭૧ નવા મતદારોએ મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવી મતાધિકાર પ્રાપ્ત કર્યો
છે. ત્યારે ૯૩૦૨ અરજદારોએ જુદાજુદા કારણોસર મતદારયાદીમાંથી નામ કમી કરાવવા તંત્રને
જરૂરી આધાર-પુરાવા સાથે અરજી નોંધાવી છે.
જિલ્લા ચૂંટણી શાખાના નાયબ મામલતદાર ભરત તરાર ના જણાવ્યા
મુજબ આ ઝુંબેશની મુદ્દત હાલ ૫ ડીસેમ્બર સુધી વધારાઈ છે અને જરૂર જણાય તેમાં પણ
વધારો ચૂંટણી આયોગના નિર્ણયને પગલે કરાશે. આ સુધારણાઓ બાદ જિલ્લાના ૩ વિધાનસભા
ક્ષેત્રોની મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ નિયત કાર્યક્રમમુજબ ૧ લી જાન્યુઆરી ૨૦૨૨
ના રોજ કરાશે.


