Get The App

બંને જિલ્લામાં આજે ઘરે ઘરે યોગ યોજાશે સામુહિક આયોજન બંધ રખાયા

- આજે,21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ

- 19મી જુનના રોજ શાળાઓના શિક્ષકો સહિત પરીવારોએ યોગ સપ્તાહ ઉપક્રમે યોગ કરીને ફોટો હેશટેગ કર્યા

Updated: Jun 21st, 2020

GS TEAM

Google News
Google News
બંને જિલ્લામાં આજે ઘરે ઘરે યોગ યોજાશે સામુહિક આયોજન બંધ રખાયા 1 - image

 મોડાસા,તા.20 જૂન, 2020, શનિવાર

વર્ષ ૨૦૨૦નો આજે ૨૧ જુનનો દિવસ વિશ્વભરમાં કોરોના ના કહેર વચ્ચે પણ યોગ એટ હોમ,યોગ વીથ ફેમીલી થીમ ઉપર ઉજવાશે.જોકે આ વર્ષે વિશ્વ  યોગ દિવસની દુનિયાભરમાં ઉજવણીનું સામુહિક આયોજન શકય ન હોઈ યોગ ની ઉજવણી માટે ડીઝીટલ ટેકનોલોજી નો ઉપયોગ કરાશે. 

વર્ષ ૨૦૧૫ થી ૨૧ જૂને વિશ્વ યોગ દિન તરીકે ઉજવે છે.૨૧ જૂન વર્ષનો સૌથી લાંબો અને ગ્રિષ્મ સંક્રતી કાળથી જાણીતો છે.ત્યારે વર્ષ ૨૦૧૫ થી વિશ્વભરમાં દર વર્ષની જુદીજુદી થીમ ઉપર યોગ દિવસ ઉજવાય છે.આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણને લઈ યુનીયન નેશનલ ઓર્ગેનાઈઝેશન(યુનો) દ્વારા સામુહિક આયોજન હિતાવહ ન હોવાનું જણાવ્યું છે.ત્યારે ઉપયોગી યોગ દરેકે ઘરે જ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.યોગ સપ્તાહના ઉપક્રમે ૧૯મી જુન ના રોજ અરવલ્લી જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો,આચાર્યો, સુપરવાઈઝરો સહિતના સ્ટાફ પરીવારે પોતાના ઘરે,આંગણામાં,આગાસીમાં કે અનુકઈ જગાએ મનગમતા યોગાસન કરી આ યોગના ફોટ સોશીયલ મીડીયા એકાઉન્ટમાં અપલોડ કર્યા હોવાનું જિલ્લાના નાબય શિક્ષણાધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું.જયારે આજે યોગ એટહોમ યોગ વીથ ફેમીલી થીમ પર યોગ દિવસની ઉજવણી કરાશે.

Tags :