બાયડ,
તા. 28
બાયડ બસ ડેપોમાં તા.૨૮-૨-૨૦૨૨ ના બપોરના સુમારે અમદાવાદ જવા
માટે ની બસ ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપ્યો હતો. કોઇપણ પૂર્વ સૂચના વગર એકાએક બસ રદી
દેવાતા અનેક પ્રવાસીઓ ડેપો ખાતે અટવાઈ પડયા હતા.
અમદાવાદ જતી બસ બપોરે ૩-૧૫ તેમજ ૪-૧૫ બસ જતી હોય છે. જયારે આજે
બપોરે ૩ થી ૪ વાગ્યા સુધી એક પણ બસ અમદાવાદ ન જતા મુસાફરો, તેમજ વિદ્યાર્થીઓમાં
રોષ વ્યાપ્યો હતો. બાયડ થી અમદાવાદ બસમાં વિદ્યાર્થીઓ મુસાફરો મુસાફરી કરતા હોય છે.ત્યારે બાયડ થી ચોઈલા, અમરગઢ,
રમોસ, તેનપુર, ડાભા, જીતપુર, દહેગામ, નરોડા, આ રૃટો ઉપર બસ જતી
હોય છે. બાયડ બસ ડેપોના સરકારી ટેલીફોન વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે બપોરે ૩-૦૦
અને ૪-૦૦ એમ બે બસો આવતી હોય છે. તેમણે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના કારણે જુનાગઢના
મેળો હોવાથી બસો બંધ કરી હોય તેવું તેમણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.


