Gujarat

મોડાસાના યાત્રાધામ દેવરાજધામે ગુરૂ પૂર્ણિમા ઉત્સવ નહી ઉજવાય

By GS Team
2 Jul 20202 mins read
This article was originally published on 2 Jul 2020
મોડાસાના  યાત્રાધામ દેવરાજધામે ગુરૂ પૂર્ણિમા ઉત્સવ નહી ઉજવાય

મોડાસા,તા.1 જુલાઈ, 2020, બુધવાર

મોડાસાના સુપ્રસિધ્ધ યાત્રાધામ દેવરાજ ધામે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી બંધ રખાઈ છે.કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિરના મહંત અને ભક્તોની મિટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.  આ મંદિરે ઉ.ગુજરાતમાંથી લાખ્ખો ભક્તો ગુરુ પૂર્ણિમા એ પગપાળા રથ લઈને આવતા હોય છે.પરંતુ હાલ કોરોના ની મહામારીને લઈ મંદિરમાં ઉજવાતા તમામ કાર્યક્રમો કોરોનાને પગલે રદ કરવામાં આવ્યા છે.

આગામી તા.૫ જુલાઈને રવિવાર ના રોજ ગુરુ પૂર્ણિમા છે.ગુરુ પૂર્ણિમા ઉત્સવનું આગવું મહત્વ છે. આ દિવસે ભક્તો પોતાના ગુરુજી ના દર્શન માટે જાય છે. ત્યારે જિલ્લામાં પણ સંક્રમણ વધતાં કોરોનાનો આંક ૨૨૯ એ પહોંચ્યો છે.તે જોતા દેવરાજ ધામના મહંત ધનેશ્વરીગીરી બાપુ એ મિટીંગ બોલાવી ભક્તો સાથે ચર્ચા કરી હતી.અને આ ગુરુ પૂર્ણિમા ના મંદિરમાં ઉજવાતા તમામ કાર્યક્રમો કોરોનાને પગલે રદ કર્યા હતા. દર વર્ષે ગુરુ પૂર્ણિમા એ ભજન,ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંઘમ જામે છે.જેમાં લાખ્ખો ભક્તો આ દેવરાજ મંદિરે ઉમટે છે.જેથી મંદિરના મહંતે કોરોનાની મહામારીને લઈ ગુરુ પૂર્ણિમાના દિવસે તમામ કાર્યક્રમો રદ કર્યા છે.જેથી લોકોએ સરાહના કરી તેઓના નિર્ણયને વધાવ્યો હતો.

બાયલ પંચદેવ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ મોકુફ રખાયો

મોડાસા તાલુકાના બાયલ ગામે ચાલુ વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ રવિવારે આવે છે.જે હાલના પ્રતિકુળ સંજોગો ને જોતા ગુરુ પૂર્ણિમા ના તમામ કાર્યકમો રદ કર્યા છે.પ.પૂ.ચંદ્રવદન વ્યાસ મહારાજે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના દિને પોતે પોતાના ઘરે રહી તીર્થ પ્રત્યક્ષ છે એમ માની શુધ્ધ હદય થી એકાગ્રતાથી પ્રભુ સ્મરણ કરવું.