Gujarat

અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે ૫ણ કોરોનાના વધુ ચાર કેસ

By GS Team
17 Jul 20202 mins read
This article was originally published on 17 Jul 2020
અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે ૫ણ કોરોનાના વધુ ચાર કેસ

મોડાસા,તા.16 જુલાઈ, 2020, ગુરૂવાર

અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસથી ૪-૪ કેસ કોરોનાના નોંધાઈ રહયા છે.જિલ્લામાં ફરી કોરોનાએ માથુ ઉંચકયું હોય તેમ કેસમાં ગતિ વધી રહી છે. જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ કેસની શરૂઆત થઈ ગઈ છે. ગુરૂવારે જિલ્લામાં મોડાસા શહેરની ૪૭ અને ૫૨ વર્ષિય મહિલા જયારે બાયડમાં ૪૬ વર્ષિય પુરૂષ અને માલપુર તાલુકાના વિક્રમપુરા ના પહાડીયા ગામમાં ૪૪ વર્ષિય પુરૃષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આમ વધુ ૪ કેસ સાથે જિલ્લામાં કુલ આંક ૨૮૦ એ પહોંચી ગયો છે.

મોડાસા શહેરમાં આફટર લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાને કારણે કોરોનાનો વિસ્ફોટ થઈ રહયો છે.દિન પ્રતિદિન કોરોના ના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહયો છે.ત્યારે મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘેરૂ બની રહયું છે. ત્યારે સતત બે દિવસ થી કોરોના પોઝીટીવ કેસો જિલ્લામાં ૪-૪ નોંધાઈ રહયા છે.આમ જિલ્લામાં નોંધાયેલ વધુ ૪ કેસોમાં મોડાસા શહેરની મોદીની ખડકી,ગાંધીવાડા માં રહેતી ૪૭ વર્ષિય મહિલા,પંચજયોત સોસાયટીમાં રહેતી ૫૨ વર્ષિય મહિલા જયારે બાયડની ઓમ રેસીડેન્સી સોસાયટીમાં ૪૬ વર્ષિય પુરૂષ અને માલપુર તાલુકાના વિક્રમપુરાના પહાડીયા ગામનો ૪૮ વર્ષિય પુરૂષ કોરોનામાં સંપડાયા હતા. આ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.જયારે અત્યાર સુધી જિલ્લામાં કોરોનાથી ૩૦ લોકોના મોત થયા છે.અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક ૨૮૦ એ પહોંચી ગયો છે.

કન્ટેઈમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ

મોડાસા શહેરમાં આવેલા સુથારફળી અને પાવનસીટી વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરાયો છે.જયારે ધનસુરા તાલુકાના વડાગામ અને બાયડ ની સાંઈવિલા-૧ સોસાયટી વિસ્તારને કન્ટેઈકેન્ટ ઝોનમાં આવરી લઈ લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

બાયડ શહેરમાં વધુ એક કોરોનાનો કેસ

બાયડ શહેરમાં ઓમ રેસીડેન્સી સોસાયટીમાં ૪૬ વર્ષના પુરૂષ ને  કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. જિલ્લાના નવા - નવા વિસ્તારોમાં રોજે - રોજ કોરોનાના કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર પણ વિમાસણમાં મુકાયું છે.  અરવલ્લી જીલ્લામાં તા.૧૬-૭-૨૦૨૦ ને ગુરૂવાર ના રોજ અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. આજે  જિલ્લામાંથી કોરોના નવા ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે.