મોડાસા,તા.24 જુલાઈ, 2020, શુક્રવાર
શામળાજી પોલીસ
પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન શામળાજી ના દેવની મોરી ગામના ત્રણ રસ્તા પાસે પીકઅપ
ડાલાને ઉભી રાખીને તલાશી લેતાં પીકઅપ ડાલામાં ઘાસચારો કે પાણીની સુવિધા વગર મુંગા
૪ પશુઓ કતલખાને લઈ જવાતા હતા જેને ઝડપી લીધા હતા.કુલ રૂ.૨.૧૭ લાખના મુદ્દામાલ સાથે
બે શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
દેવનીમોરી પાસેથી પીકઅપ
ડાલાના ચાલકે વગર પાસ પરમીટે ડાલામાં ઘાસચારો કે પાણીની સુવિધા નહિ રાખી મોઢે,પગે અને ગળાના ભાગે રસ્સી વડે મરણતોલ
હાલતમાં ખીચોખીચ બાંધી ૪ પશુઓ કતલખાને લઈ જવાતા હતા.જેને શામળાજી પોલીસે બચાવી
લીધા હતા.ડાલામાંથી ગાય-૧,બળદ-૧ તથા વાછરડા-૨ કુલ નંગ-૪ કિ.રૂ.૧૫ હજાર તથા મોબાઈલ કિ.રૃ.૨ હજાર અને
પીકઅપ ડાલા ની કિ.રૂ.૨ લાખ મળી કુલ રૂ.૨,૧૭,૦૦૦ નો મુદ્દામાલ ભરી કતલખાને લઈ જતાં બે ઈસમોને ઝડપી લીધા હતા.આ અંગે
શામળાજી પોલીસ સ્ટેશનમાં આરોપી સલાઉદ્દીન યુસુફભાઈ મુલતાની અને હસનૈન હનીફભાઈ
મુલતાની(બંને રહે. રાણાસૈયદ, મોડાસા)નાઓ વિરૂધ્ધ ફરીયાદ
નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


