Get The App

શામળાજી મંદિરમાં આજે મટકી ફોડ, શોભાયાત્રા સહિતના મહોત્સવ મોકુફ

- દર્શનાર્થીઓ માટે આજે મંદિર ખુલ્લું રહેશે

- શામળાજીનો આઠમનો મેળો પણ બંધ રાખવાનો પંચાયતનો નિર્ણય : મંદિર પરીસરમાં રોશની કરાઇ

Updated: Aug 12th, 2020

GS TEAM

Google News
Google News
શામળાજી મંદિરમાં આજે મટકી ફોડ, શોભાયાત્રા સહિતના મહોત્સવ મોકુફ 1 - image

મોડાસા,તા.11 ઓગષ્ટ, 2020, મંગળવાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે આજે જન્માષ્ટમી પર્વને લઈ મંદિર પરીસરને સાદગીપૂર્ણ રીતે શણગાર સજવામાં આવ્યો છે.ભગવાન કૃષ્ણના જનમોત્સવને લઈ યોજાનારા તમામ મહોત્સવ અને મટકી ફોડ સહિત શોભાયાત્રાના પ્રસંગોને બંધ રાખવામાં આવ્યા છે.તો શામળાજીનો આઠમનો મેળો પણ બંધ રાખવાનો પંચાયત અને શામળાજી મંદીર ટ્રસ્ટ દ્વારા નિર્ણય અગાઉથી જ જાહેર કરવામાં આવ્યો હતો.  શામળાજી મંદિર આજે જન્માષ્ટમી પર્વે ભક્તોના દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવનાર છે.પરંતુ જન્મોત્સવ નિમિત્તે યોજાનાર તમામ પ્રસંગોને બંધ રાખવાનું અગાઉ થી જ જાહેર કરવામાં આવ્યુ  છે.આઠમનો મેળો પણ બંધ રાખવાનો નિર્ણય શામળાજી ગ્રામ પંચાયત અને શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય  કરવામાં આવ્યો હતો.મંદિર પરીસર અને શામળાજી ગામમાં શોભાયાત્રા પ્રતિ વર્ષ યોજીને મટકી ફોડવામાં આવતી હતી.તે કાર્યક્રમ પણ આ વખતે બંધ રાખવામાં આવેલ છે.શામળાજી મંદિર ખાતે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે તૈયારીઓને આટોપી લેવાઈ છે.અને ભગવાન શામળીયાના મંદિર ને લાઈટો થી ઝળહળવા માં આવશે.આ માટે સુંદર લાઈટીંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આમ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને ખુલ્લુ રાખવાનો સરકારની ગાઈડ લાઈન મુજબ નિર્ણય લેવામાં આવ્યો હતો.જેને લઈ ને મંદિર દ્વારા સ્વાસ્થયની પ્રાથમિક ચકાસણી કરીને ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે.તેમજ સેનીટાઈઝ અને માસ્ક પણ ફરજીયાત કરવામાં આવ્યા છે. ભક્તોને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે પ્રવેશ આપવા માટે નું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભક્તો દ્વારા ભીડ ના  થાય અને વ્યવસથા જાળવવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

આજે જન્માષ્ટમી પર્વે ભગવાનની મૂર્તિને શણગારાશે

ભગવાન શામળીયા માટે ખાસ પ્રકારના વસ્ત્રોને ડીઝાઈન કરવામાં આવ્યા છે.અને સુંદર મજાના વસ્ત્રો ભગવાનને આજે પહેરાવવામાં આવશે.તેમજ ભગવાનને ખુબ જ કિંમતી સુવર્ણ અને મોતીના ઘરેણાં પણ સજાવાવમાં આવશે.અને તેમના માથા પર સોનાનો દોઢ કીલો થી વધુ વજનનો હિરા મોતી જડીત મુઘટ પણ શોભાવવામાં આવશે.શામળીયા ભગવાનને તેમના ઠાઠ પ્રમાણે સજાવીને તેમનો જન્મોત્સવ પુજારીઓ અને મંદિર ટ્રસ્ટની હાજરીમાં ઉજવવામાં આવશે.આરતી અને જન્મોત્સવ વખતે ભક્તોને મંદિરમાં પ્રવેશ માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે.તેવું મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલે જણાવ્યું હતું.