Get The App

અરવલ્લી જિલ્લાની 198 ગ્રામ પંચાયતોમાં ડીસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે

- ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ

- દાવેદારોએ લોકસંપર્ક વધારી દીધા : નવેમ્બર મહિનાના અંતમાં જાહેરનામુ પ્રસિધ્ધ થવાની સંભાવના

Updated: Nov 13th, 2021

GS TEAM

Google News
Google News
અરવલ્લી જિલ્લાની 198 ગ્રામ પંચાયતોમાં ડીસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે 1 - image

બાયડ,તા. 12

અરવલ્લી જિલ્લાની ૧૯૮ ગ્રામ પંચાયતોમાં આગામી ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે અને તે માટે ચૂંંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નવેમ્બરના અંત સુધીમં સત્તાવાર રીતે જાહેરનામુ પ્રસિદ્વ કરવામાં આવશે અને ત્યાંથી આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ જશે.

 ચૂંંટણી પંચે નવેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાવાની જાહેરાત કરતાં જ સરપંચ બનવા માટે થનગનતા મુરતિયા ગેલમાં આવી ગયા છે એ ભર શિયાળામાં મુરતિયાઓ દ્વારા લોક સંપર્ક અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચુંટણી બેલેટ પેપર થી જ યોજવામાં આવનાર છે. પુરતા પ્રમાણમાં ઈવીએમ મશી ન હોવાથી ચુંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

અરવલ્લીની ૧૯૮ ગ્રામ પંચાયતોની મુદ્દત ડીસેમ્બર મહિનામાં પુરી થવા જઈ રહી છે અને તે માટે ચુંટણી યોજાનાર છે. જે સંદર્ભે ચુંટણીપંચ દ્વારા જાહેરાત કરાઈ છે કે, ડીસેમ્બરના બીજા સપ્તાહમાં ચુંટણી યોજવામાં આવનાર છે અને નજીકના દિવસોમાં એટલે કે નવેમ્બરના અંત સુધીમાં વિધિવિત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ચૂંટણી પંચની જાહેરતના પગલે સરપંચ બનાવ માટે તલપાપડ બનેલા અનેક ઉમેદવારો સક્રિયો બન્યા છે અને ભર શિયાળામાં લોક સંપર્ક અભિયાન વધારવાનું શરૃ કરી દિધું છે. બીજી તરફ સમગ્ર ચુંટણીમાં બેલેટ પેપરથી જ મતદાન કરવામાં આવનાર છે. અરવલ્લીના ૧૯૮ પંચાયતોમાં સરંપચ ની ચુંટણીને લઈ એનક સમીકરણો આકાર લઈ રહ્યા છે અને કેટલીક બેઠકો અનામત તેમજ સ્ત્રી અનામત હોવાથી કેટલાય દાવેદારોને પોતાના મનના ઓરતા મનમાં જ રહી જાય તેવા ઘાટ સર્જાયો છે.

કયા તાલુકામાં કેટલી પંચાયતોમાં ચૂંંટણી યોજાશે

અરવલ્લી જિલ્લામાં જે ૧૯૮ ગ્રામ પંચાયતોમાં ચૂંંટણી યોજાવાની છે તેમાં ભિલોડા તાલુકામાં ૫૯ પંચાયતો, મેઘરજ તાલુકામાં ૨૮ પંચાયતો, મોડાસા તાલુકામાં ૨૮ પંચાયતો, બાયડ તાલુકામાં ૪૮ પંચાયતો, ધનસુરા તાલુકા ૧૩ પંચાયતો, માલપુર તાલુકા ૨૨ પંચાયતો સરપંચ માટેની ચુંટણી યોજાનાર છે. ૬ તાલુકામાં સરપંચ ની ચુંટણી યોજાવાની છે તેણે લઈ ભર શિયાળામાં રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.

ગામડાઓમાં ખાટલા પરિષદો શરૃ થઈ

સરપંચ પદ માટેની ચુંટણી ડીસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાનાર છે અને તેના માટે નજીકના દિવસોમાં વિધિવત કાર્યક્રમ બહાર પડશે. આ તરફ સરપંચ બવા માટે થનગનતા ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા ગામડાઓમાં ખાટલા પરીષદો શરૃ કરી દેવામાં આવી છે. પોતાના તરફી કે વિરૃદ્ધનું વાતાવરણ છે તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરપંચ માટેનો ચુંટણી જંગ ભર શિયાળામાં રોચક બની રહેશે અને અનેક ઉમેદવારોનું પાણી મપાઈ જશે તેમાં બેમત નથી.

Tags :