અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત નવા 10 કેસ : એકનું મોત નિપજ્યું
- ગ્રામ્ય વિસ્તારમાં ૫ણ કોરોનાનો ચેપ રોકેટ ગતિએ વધ્યો
- જિલ્લામાં કુલ કેસનો આંક 312 પર પહોંચ્યો : અત્યાર સુધીમાં જિલ્લામાં 37 દર્દીના મોત નિપજ્યા
મોડાસા,તા. 24 જુલાઈ, 2020,
શુક્રવાર
અરવલ્લી જિલ્લામાં
છેલ્લા દોઢેક માસથી કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે.ત્યારે શુક્રવારે
જિલ્લામાં કોરોનાથી વધુ એક મોત થયું હતું.જેમાં મોડાસાની મોટી વોરવાડ વિસ્તારમાં
રહેતા ૬૨ વર્ષિય પુરૂષ નું કોવિડ હોસ્પિટલ ખાતે મોત નીપજયું હતું. જિલ્લામાં કુલ
મૃત્યુઆંક ૩૭ એ પહોંચ્યો હતો.જયારે શુક્રવારે બાયડ તાલુકામાં-૩,મેઘરજમાં-૩ અને મોડાસા શહેરમાં-૩ અને
માલપુરમાં -૧ કેસ મળી કુલ કોરોના ના ૧૦ પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.
જિલ્લામાં એકજ દિવસમાં ૧૦ કેસ પોઝીટીવ નોંધાતાં કોરોના પોઝીટીવ કેસનો આંક ૩૧૩ એ
પહોંચ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં
કોરોનાના પોઝીટીવ કેસોની સાથે મૃત્યુઆંકમાં પણ ચિંતાજનક વધારો થઈ રહયો છે.ત્રણ
દિવસમાં કોરોનાથી પાંચ વ્યક્તિઓના મોત નિપજતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આજે
મોડાસાના મોટી વોરવાડ માં રહેતા ૬૨ વર્ષિય પુરૂષ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો
હતો. જેઓનું બપોરના સુમારે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જેથી જિલ્લામાં કુલ
મૃત્યઆંક ૩૭ એ પહોંચ્યો હતો. જયારે શુક્રવારે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના ૧૦
કેસો સામે આવતાં લોકો ફફડી ઉઠયા હતા.જેમાં મોડાસા શહેરમાં મોટી વોરવાડમાં રહેતા ૬૨
વર્ષિય પુરૂષ,સહારા સોસાયટીનો ૪૦
વર્ષિય યુવાન,બાજકોટ મંદિરની બાજુમાં રહેતા ૬૫ વર્ષિય પુરૂષ
અને માલપુરમાં આવેલ વિશ્વકર્મા સોસાયટી ની ૮૫ વર્ષિય મહિલા જયારે મેઘરજમાં નવજીવન
સોસાયટીમાં રહેતી ૬૩ વર્ષિય મહિલા,રામનગર સોસાયટીનો ૩૨
વર્ષનો યુવાન,ગેસ્ટહાઉસ રોડ મેઘરજના ૫૦ વર્ષિય પુરૂષ નો
કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આ તમામ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે
ખસેડાયા હતા.