મોડાસામાં કોરોનાનું સંક્રમણ વધતા ચાંદટેકરી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ
- ચાંદટેકરી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરાયું
- ચાંદટેકરી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરાયું
મોડાસા,તા.14 જુલાઈ, 2020,
મંગળવાર
અરવલ્લી જિલ્લામાં
કોરોનાનો વ્યાય વધતા કુલ આંક ૨૭૦ને પાર પહોંચી ગયો છે. જે મોડાસા શહેરમાં પણ ૧૦૦
થી વધુ કેસ નોંધાયા છે.ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા તેમજ વરસાદ જન્ય
રોગચાળાને અટકાવવા નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરી છે.જેમાં શહેરના
ચાંદટેકરી વિસ્તારમાં સફાઈનું કામ સઘન બનવવા ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરાયું
હતું.
શહેરમાં કોરોનાનું
સંક્રમણ વધતા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોને કન્ટેઈમેન્ટ ઝોનમાં
સમાવિષ્ટ કરી નગરજનોના આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેમાં જાહેર
જગ્યાએ માસ્ક ન પહેરનારા અને જાહેરનામા નો ભંગ કરનાર વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી
કરી દંડ ની વસૂલાત કરવામાં આવી રહી છે.આની સાથે શહેરમાં ચોમાસા દરમ્યાન પાણીજન્ય
કે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે.જેમાં
શહેરમાં ખાસ કરીને જે કોરોના પ્રભાવિત છે.તેવા ચાંદટેકરી વિસ્તારમાં ડોર ટુ ડોર
કચરાનું કલેકશન હાથ ધરવામાં આવ્યું છે.તેમજ દવાનો છંટકાવ કરી શહેરીજનોને સ્વચ્છતા
અને આરોગ્ય વિષયક જાણકારીની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે.