મોડાસા,તા.14 ફેબ્રુઆરી,
2020, શુક્રવાર
અરવલ્લી જિલ્લાને અડીને
આવેલ આંતર રાજય પોલીસ ચેક પોસ્ટો અચાનક બંધ કરી દેવાના રાજય સરકારના નિર્ણયનો સૌથી
સીધો લાભ જિલ્લાના બુટલેગરો અને દારૂ રસીકોને થઈ રહયો છે.આ નિર્ણય ને લઈ ઝૂમી
ઉઠેલા દારૂ રસીકો હવે બેવડા બની રહયા છે.જયારે મળેલા છુટાદૌર ને લઈ જિલ્લામાં મોટા
બુટલેગરોથી માંડી નાના-નાના દારૂ વેચાણ કેન્દ્રો વધતાં હવે જામેલી હરીફાઈમાં મધપાનના શોખીનોને માત્ર એક ફોન ઉપર દારૂની હોમ
ડીલીવરી શરૂ કરાઈ હોવાની ચર્ચાઓ ચગદોળે ચડી છે.
અરવલ્લી જિલ્લાના સરહદી
વિસ્તારમાં આવેલ રતનપુર, કાલીયાકુવા,
ગુણીયાકુવા, મેવડા, ઉન્ડવા
અને જાંબુડી સહિતની બોર્ડરો ઉપર અગાઉ કાર્યરત પોલીસ ચેક પોસ્ટો રાજય સરકારના
નિર્ણય બાદ 23 ડીસેમ્બર ની મધ્યરાત્રી એ થી બંધ કરી દેવાઈ
છે. પરંતુ રાજય સરકાર ના આ નિર્ણયનો લાભ રાજયવાસીઓને થાય કે ન થાય પરંતુ ચેકપોસ્ટો
બંધ કરાતાં જિલ્લામાં બુટલેગરો વધ્યા છે.અને દારૂના રસીકોને માત્ર એક ફોન ઉપર દારૂની
મનગમતી બ્રાન્ડ ટુ વ્હીલર ઉપર પહોંચતી કરાઈ રહી છે.બુટલેગરો વચ્ચે વધેલી હરીફાઈ ને
લઈ દારૂની બોટલોના ભાવમાં પણ સામાન્ય ઘટાડો થયો હોઈ અને ઘરે બેઠા સલામત રીતે દારૂ
મળી રહયો હોઈ દારૂ રસીકો ઝૂમી ઉઠયા છે.શામળાજી,ભિલોડા,મેઘરજ અને કાલીયાકુવા વિસ્તારના અંતરીયાળ સ્થળો એ દારૂ કટીંગનો ધંધો
ફુલ્યો ફાલ્યો છે.જયારે મોડાસા સહિના
કેટલાક સ્થળોએ તો બુટલેગરોના કેરીયર એજન્ટો દ્વારા હોમ ડીલીવરી શરૂ કરાઈ
છે.મોડાસાના બાયપાસ માર્ગે ધમધમતા 3 અડ્ડાઓ ઉપર થી ધૂમ
વિદેશી દારૂ વેચાય છે.ડુઘરવાડા ચોકડી,ખલીકપુર સ્ટેન્ડ પાટીયા,જૂના પોલીસ સ્ટેશન પાછળ,નગરના હંગામી બસ સ્ટેન્ડ નજીક,વિનાયક
ટાંકી રોડ અને ગણેશપુર ગામના કેટલાક વિસ્તારોમાં મોટાપાયે વિદેશી દારૂ ઉતારાય
છે.અને પોલીસની નજર તળે જ ધૂમ વેચાય છે.મેઘરજના એક જાણીતા બુટલેગર ઉપર રાજયની
વીજીલન્સ ની રેડ કરાયા બાદ થોડા સમય માટે બંધ થયેલ અડ્ડો ફરી ધમધમી ઉઠયો છે.જયારે
શીણાવાડ,જીવણપુર નજીકના વિસ્તારોમાં મોટાપાયે વિદેશી દારૂ
ઉતારાઈ રહયો છે.જિલ્લાના સરહદી વિસ્તારના અંતરીયાળ પંથકમાં ખુલ્લેઆમ આવતા મોટા
વાહનો માંથી દારૂ નાના વાહનોમાં ભરી જિલ્લા અને જિલ્લા બહાર પહોંચાડાઈ રહયો
છે.ત્યારે દારૂ ઢેંચી માર્ગે ફરતા બેવડાઓ જોવા હવે જિલ્લાવાસીઓ માટે નવાઈ નથી
રહી.ઉન્ડવા બોર્ડરે થી રોજ થી રોજ ની 3 થી વધુ ગાડીઓ અને
રતનપુર બોર્ડરે થી પણ 6 થી 7 ગાડીઓ
રક્ષકોની નજર તળે જ જિલ્લામાં ઘુસાડાઈ રહી હોવાની ચર્ચા એ ચકચાર મચાવી છે.


