મોડાસા,તા.31
વર્ષ ૨૦૨૧નું વર્ષ જિલ્લાવાસીઓ માટે કેટલીય બાબતોને લઈ સવમુ
નીવડયું હતું. કોરોનાની બીજી લહેર જિલ્લામાં ઘાતક નીવડી હતી અને વધતી જતી મોંઘવારી,આર્થિક
સંકડામણને લઈ કેટલાય લોકો વ્યથીત થયા હતા. ત્યારે ગત વર્ષ દરમિયાન અરવલ્લી
જિલ્લામાં ચોરી,ઘરફોડ,અપહરણ, વ્યથા સહિત હત્યાના ગુનાઓનો ગ્રાફ પણ ઉંચકાયો હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા નોંધાયેલા ચોરીના ગુનાઓની
સામે વર્ષ ૨૦૨૧માં સૌથી વધુ ૧૮૧ ગુના ચોરીના નોંધાતાં લોકોના જાનમાલ ની સલામતીને
લઈ પ્રશ્નો ઉઠયા હતા.આ વર્ષ દરમ્યાન ઘરફોડના ૭૪,ઠગાઈના ૩૫, અપહરણના ૬૬ અને જુગાર, છેડતી,એટ્રોસીટી
પોસ્કો સહિતના ૪૪૬ ગુનાઓ મળી કુલ ગુનાઓનો
ગ્રાફ વધ્યો હતો. અરવલ્લી જિલ્લા રાજયનો સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી
અવારનવાર ઘુસાડવામાં આવતી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ અટકાવવામાં પોલીસ જવાનોને ચાંપતો
ચોકી પહેરો ગોઠવવાની ફરજ પડી રહી છે. જિલ્લામાં મંજૂર પોલીસ મહેકમ સામે ૩૫૦થી વધુ
પોલીસ કર્મીઓની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે જિલ્લામાં ગત વર્ષ ૨૦૨૧ દરમિયાન ગુનાઓનો
ગ્રાફ ઉંચકાયો છે. હાથમાં દંડાને બદલે મોબાઈલ સાથે જોવા મળતી પોલીસની કામગીરી ગુનો
બનતો અટકાવવા કરતાં ગુનો બન્યા પછીની કાર્યવાહી પૂરતી સીમીત બની છે.
જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા હોય એમ ૨૦૨૧ દરમિયાન ખૂનના ૧૪, ખૂનના
પ્રયાશના- ૧૪, ઘરફોડના ૭૪,વ્યથાના ૯૬,અપહરણના ૬૬,રાયોટીંગના ૨૯,ઠગાઈ
અને વિશ્વાસઘાતના ૩૯,ધાડના-૫ અને ચોરીના ૧૮૧ થી વધુ ગુનાઓ
નોંધાયા છે. જિલ્લામાં વર્ષ દરમ્યાન ૧૦૦૦ થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે,
તે પૈકી કેટલાક ગુનાઓ ઉકેલવામાં અને આરોપીઓને ઝડપી લેવામાં જિલ્લા
પોલીસને સફળતા પણ મળી છે.


