અરવલ્લીમાં 46 ઓવરહેડ ટાંકી અને સંપની સફાઇ હાથ ધરાઇ
- પાણીજન્ય રોગચાળાને નાથવા કામગીરી શરૂ કરાઇ
- બાયડ અને ભિલોડા તાલુકાના નવ, ધનસુરા-7. માલપુર,મોડાસા અને મોડાસાની 7-7 ટાંકીઓની સાફ સફાઇ કરવામાં આવી
મોડાસા,તા.12 જુલાઈ, 2020,
રવિવાર
અરવલ્લી જિલ્લામાં
ચોમાસા પૂર્વે પાણીજન્ય રોગચાળાથી બચાવી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા
સર્વેની કામગીરી હાથ ધરી છે.તેની સાથે પાણી પુરવઠા વિભાગે પણ જિલ્લામાં પાણીના
મુખ્ય ૪૬ સ્ત્રોતની સફાઈ હાથ ધરી છે.
જિલ્લાના ગ્રામિણ અને આદિજાતિ વિસ્તારોમાં લોકોને ઘર આંગણે નળ કનેકશનથી
પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણી ની ૯૯૦ યોજનાઓ થકી
ઘરે-ઘરે પાણી પહોંચાડવાનું આયોજન હાથ ધરાયું છે.જેના પાણીના મુખ્ય સ્ત્રોત સંપ,બોરવેલ તેમજ હેન્ડપંપ અને ઓવર હેડ ટાંકીઓ
છે.જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો ચોમાસા દરમ્યાન પાણીજન્ય રોગચાળાની
અસરમાં ન આવે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગે તાલુકાઓમાં હયાત ૪૬ સ્ત્રોત ની
સફાઈ કરી છે.
જેમાં બાયડ તાલુકાના ૯,ભિલોડાના ૯,ધનસુરા-૭,માલપુર-૭,મેઘરજ-૭ અને મોડાસા-૭ પાણીના ઓવરહેડ ટાંકીઓ
અને સંપની સફાઈ કરી જિલ્લાવાસીઓને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે સફાઈ ઝડપી હાથ
ધરાઈ હતી.