Gujarat

અરવલ્લી જિલ્લામાં કોરોના ના વધુ 3 કેસ : એકનું મોત

By GS Team
6 Jul 20201 min read
This article was originally published on 6 Jul 2020
અરવલ્લી જિલ્લામાં કોરોના ના વધુ 3 કેસ : એકનું મોત

મોડાસા,તા.જુલાઈ, 2020, રવિવાર

અરવલ્લી જિલ્લામં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના કેસાોમાં એકદમ ઉછાળો આવતાં શહેરીજનોમાં ફફડાટ સાથે ડર પેદા થયો છે.જયારે રવિવારના રોજ જિલ્લામાં વધુ ૩ કેસ પોઝીટીવ નોંધાયા હતા.અને એક પુરૃષનું કોરોના વાયરસના કારણે મોત નિપજયું હતું.જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૨૫ એ પહોંચ્યો છે.જયારે કોરોના ના કેસોનો આંક ૨૪૯ એ પહોંચતા ચિંતા પ્રસરી છે.

વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.જે ભારતમાં પણ રોજબરોજ કેસોમાં વધારો થઈ રહયા છે.ભારે અરવલ્લી જિલ્લામાં કોઈ નજર લાગી  હોય તેમ રોજબરોજ કોરોના ના પોઝીટીવ કેસનો આંક વધી રહયો છે.આમ છેલ્લા ૧૫ દિવસ થી જિલ્લામાં ૬૦ થી વધુ કેસો નોંધાતા શહેરીજનો ફફડી ઉઠયા છે. ત્યારે  રવિવારના રોજ જિલ્લામાં વધુ ૩ કેસ નોંધાયા હતા.જેમાં શહેરની કલ્યાણ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષિય મહિલા,રાણાસૈયદ ગામનો ૪૫ વર્ષિય પુરૃષ અને ચાંદટેકરી નો ૪૫ વર્ષિય પુરૃષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જેથી તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.જયારે રવિવારના રોજ મોડાસાના વાગડ વિસ્તારમાં રહેતા એક પુરૃષનું કોરોના વાયરસને લઈ મોત નીપજયું હતું.આમ રવિવારના રોજ થયેલ મોત સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૨૫ એ પહોંચ્યો હતો.જયારે જિલ્લામાં કોરોના ના પોઝીટીવ કેસનો આંક ૨૪૯ એ પહોંચ્યો છે.

જે વિસ્તારમાં આજે નવા કેસ નોંધાયા હતા તે વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હતો.અને લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.