નાંદીસણના 3, રાજલી-1 અને લીંબોદરાનો એક દર્દીએ કોરાનાને હરાવ્યો
- જિલ્લામાં કુલ 19 પોઝિટિવ કેસ નોંધાયા
- મોડાસા કોવિડ કેસ સેન્ટરમાંથી પાંચ દર્દીઓને રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપી
મોડાસા,તા.2 મે, 2020, શનિવાર
અરવલ્લી જિલ્લામાં
કોરાનાના પોઝિટિવ 19 કેસ
નોંધાયા છે બાદમાં જિલ્લામાં કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થઈ રહયા
છે.મોડાસા કોવીડ કેર સેન્ટરમાં પાંચ દર્દીઓ કોરોના ને હરાવી સાજા થતાં શનીવારના
રોજ રજા આપવામાં આવી હતી. જિલ્લાના નાંદીસણ ગામના 3, રાજલીનો
1 અને મેઘરજ ના લીંબોદરા ગામનો 1 દર્દી
સાજા થતાં આરોગ્ય પરિવારે તાળીઓ થી સન્માની અભિવાદન કર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં એક
અઠવાડીયા બાદ તેનપુરના યુવકનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો
છે.એક તરફ જિલ્લો રેડ ઝોન જાહેર કરવામાં આવતા ચિંતામાં વધારો થયો છે.ત્યારે
મોડાસાની કોવીડ કેર હોસ્પિટલમાં મોડાસા તાલુકાના નાંદીસણ ગામના 3 અને રાજલી ગામનો 1
અને મેઘરજના લીંબોદરા ગામનો 1 દર્દી નો કોરોના નો રીપોર્ટ
પોઝીટીવ આવતા સારવાર હેઠળ હતા.
જેઓની તબીયતમાં સુધારો જણાતાં આ પાંચેય દર્દીઓના
કોરોના ના રીપોર્ટ નેગેટીવ આવતાં શનિવાર ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
હતી.કોરોના ને હરાવનાર દર્દીઓને ડીડીઓ અને આરોગ્ય પરિવારે તાળી પાડીને પુષ્પવર્ષા
કરીને અભિવાદન કર્યું હતું. આમ પાંચ દર્દીઓના પુનઃ કોરોના રીપોર્ટ નેગેટીવ આવતાં
જિલ્લાવાસીઓમાં રાહત વર્તાઈ હતી. જયારે અરવલ્લી જિલ્લામાં કોરોના ને લઈ એક નું મોત
નીપજયું છે અને 19
પોઝીટીવ કેસો નોંધાતાં અરવલ્લી જિલ્લો રેડઝોન જાહેર કરવામાં આવતાં લોકોમાં ફફડાટ
ફેલાયો છે.