ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈ ટેકાના ભાવે ખરીદવામાં આવશે
- ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળી રહે તે માટે આયોજન
- ખેડૂતો તા. 31 માર્ચ-2023 સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી શકશે
આ અંતર્ગત જે ખેડૂતો ઘઉં, બાજરી, જુવાર, રાગી કે મકાઈ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તેવા ખેડૂતોએ સ્થાનિક કે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા તા.૩૧, માર્ચ-૨૦૨૩ સુધીમાં ઓનલાઈન નોંધણી કરવામાં આવનાર હોઈ નિયત સમય મર્યાદામાં તેઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. તેમજ રાજ્યમાં ઘઉં પકવતા જે પણ ખેડૂતો લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયું છે.
વધુમાં આ નોંધણી માટે આધારકાર્ડની નકલ, ૭/૧૨નો અદ્યતન નમૂનો, ૮-અની નકલ, નમુના-૧૨માં પાક વાવણી અંગેની એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી-સિકકા સાથેનો દાખલો, બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લઇ જવા તેમજ ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે તેમ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ. આણંદના નાયબ જિલ્લા મેનેજરે એક યાદી દ્વારા જણાવ્યું છે.