Get The App

વાસદ-બોરસદ રેલવે ફાટક પાસે રૂપિયા 3.25 લાખનો દારૂ-બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ

- વાસદ પોલીસે ત્રણ શખ્સોની અટક કરી દારૃનો જથ્થો,પાંચ મોબાઇલ, ટ્રક સહિત ૮.૫૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો

Updated: Jun 30th, 2020

GS TEAM

Google News
Google News
વાસદ-બોરસદ રેલવે ફાટક પાસે રૂપિયા 3.25 લાખનો દારૂ-બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ 1 - image


આણંદ, તા. 30 જૂન 2020, મંગળવાર

આણંદ જિલ્લાના વાસદ-બોરસદ રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક નજીક વાસદ પોલીસે ગુપ્ત વોચ ગોઠવીને એક ટ્રકમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને જઈ રહેલ ત્રણ શખ્શોને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે વિદેશી દારૃનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ્લે રૃા.૮.૫૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ત્રણેય શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે ઉપર વિદેશી દારૃની હેરફેર થતી હોવાની ફરિયાદો મળતા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા નેશનલ હાઈવે ઉપર સઘન પેટ્રોલીંગ કરી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે આણંદ જિલ્લાની વાસદ પોલીસની ટીમ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન વાહન ચેકિંગ કરતી વખતે વાસદ-બોરસદ રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક ખાતેથી એક ટ્રકમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને ત્રણ શખ્શો પસાર થનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે વાસદ પોલીસની ટીમ વાસદ-બોરસદ રોડ ઉપર ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન રેલ્વે ફાટક નજીકથી બાતમીદારના વર્ણન મુજબની ટ્રક પસાર થતા પોલીસે ટ્રકને અટકાવી હતી. પોલીસે ટ્રકમાં સવાર ત્રણ શખ્શોને અટકમાં લઈ ટ્રકની તલાશી લેતા પેકેજીંગ ખોખાની આડમાં વિદેશી દારૃનો જથ્થો લઈ જવાતો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૃની તેમજ  બિયરના ટીન મળી કુલ્લે રૃા.૩,૨૫,૪૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલીસે ટ્રકમાં સવાર શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે જાવેદ અબ્દુલનબી શેખ, કિંજલ ચંપકભાઈ પટેલ, ગૌરાંગ વિનોદભાઈ પરમાર (ત્રણેય રહે.વાપી, જિ.વલસાડ) હોવાનું ખુલવા પામ્યું હતું. 

પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૃનો જથ્થો, પાંચ મોબાઈલ તથા એક ટ્રક મળી કુલ્લે રૃા.૮,૫૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ત્રણ શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અર્થે તેઓના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Tags :