For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

7 બેઠકો પર 69 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે

Updated: Nov 21st, 2022

Article Content Image

- આણંદ જિલ્લામાં 12 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા

આણંદ : આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં પાંચમી ડીસેમ્બર-૨૦૨૨ના રોજ મતદાન થનાર છે.  આ અંતર્ગત આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ચકાસણી દરમ્યાન ૩૨ ઉમેદવારીપત્રો રદ્દ થયા હતા. ઉમેદવારીપત્રો પરત ખેંચવાના દિવસો દરમિયાન તા.૧૯મીના રોજ કુલ-૩ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જ્યારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ તા.૨૧ નવેમ્બરના રોજ જિલ્લાના ૭ મતદાર વિભાગોમાં કુલ મળી ૧૨ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચ્યા હતા.

મળતી માહિતી મુજબ અંતિમ દિવસે પરત ખેંચાયેલ ઉમેદવારી પત્રો પૈકી ૧૦૯-બોરસદ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ગોવિંદભાઈ સોલંકી તેમજ અપક્ષ ઉમેદવાર વજેસિંહ ઉદેસિંહ સોલંકી, ૧૧૦-આંકલાવ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદકુંવરબા ગજેન્દ્રસિંહ રાજ, ૧૧૧-ઉમરેઠ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિન્દલ લખારા તેમજ અપક્ષ ઉમેદવાર રાજુબેન રમેશભાઈ ઝાલા અને ભૃગુરાજસિંહજી  પ્રતાપસિંહજી ચૌહાણ, ૧૧૨-આણંદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહુલકુમાર વિનોદભાઈ વસાવા તેમજ અપક્ષ ઉમેદવાર યામીનભાઈ ઈબ્રાહીમભાઇ વ્હોરા અને અલ્લારખા નસીબખાન પઠાણ, ૧૧૩-પેટલાદ બેઠક પર અપક્ષ ઉમેદવાર નટવરભાઈ શંકરભાઈ સોલંકી, ૧૧૪-સોજીત્રા બેઠક પર આમ આદમી પાર્ટીના  ઉમેદવાર જયમિનકુમાર અમૃતભાઈ પરમાર તેમજ રાષ્ટ્રીય હિન્દુ એકતા દળના ઉમેદવાર અમિતકુમાર ભુપેન્દ્રભાઈ પટેલે તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચ્યા હતા. જ્યારે ૧૦૮-ખંભાત બેઠક પર એકપણ ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું ન હતું તેમ સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે તા.૨૧ નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ- ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે જિલ્લાના ૭ મતદાર વિભાગના ચૂંટણી જંગમાં ૬૯ ઉમેદવારો રહ્યા છે.

Gujarat