Get The App

ચરોતરમાં પોટાશ ખાતરનો ભાવ ગુણદીઠ રૂ. 1700 સુધી પહોંચ્યો

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
ચરોતરમાં પોટાશ ખાતરનો ભાવ ગુણદીઠ રૂ. 1700 સુધી પહોંચ્યો 1 - image

- ખાતરનાં ભાવ ઉચકાતાં ખેડૂતોમાં ચિંતા

- આણંદ જિલ્લામાં તાજેતરમાં 2 હજાર મેટ્રિકટન યુરિયા ખાતરની ફાળવણી થઇ 

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામા તાજેતરમાં ૨ હજાર મેટ્રીકટન યુરિયા ખાતરની ફાળવણી કરવામા આવી છે. ત્યારે આગામી દિવસોમાં રવિપાક માટે પોટાશ ખાતરની ઉભી થનારી જરૂરિયાત સામે ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેને લઇને વર્તમાન સુધી પોટાશની પ્રતિગુણ ૯૯૯ રૂપિયે ઉપલબ્ધ બનતી હતી. તેના સ્થાને ખેડૂતોને ૧૭૦૦ રૂપિયા ચુકવવા પડશે તેમ તાલુકા સંઘના કર્મચારીએ જણાવ્યુ છે. 

જિલ્લામાં હાલમા રવિસિઝનના ઘઉં, તમાકુ, ચણા, રાયડો, શિયાળુ દિવેલા, શાકભાજી સહિતના પાકોના વાવેતરમાં  વેગ વર્તાયો છે. રવિપાકો માટે આગામી દિવસોમાં યુરિયા, પોટાશ, એનપીકે સહિતના ખાતરની અનિવાર્યતા વર્તાઇ રહેશે. તેવા રવિસિઝનમાં રોકડિયા પાક, શેરડી સહિતના પાકોમાં ઉપયોગમા લેવાતા પોટાશના ભાવો ઉંચી સપાટીએ પહોંચ્યા છે. ગત માસે ૯૯૯ રૂપિયામાં મળતી ગુણના ભાવ એક માસમાં વધીને સીધા ૧૭૦૦ની સપાટી ઉપર પહોંચ્યા છે. તેવા સંજોગોમાં મોંઘા ભાવે ખાતર ખરીદીને ખેતી કરવી ખેડૂતોને ખર્ચાળ સાબિત થઇ રહેશે. સાથોસાથ નાઇટ્રોજન, ફોસ્ફરસ,  કેલ્શયમનુ મિશ્રણ ધરાવતા એનપીકે ખાતરની કિંમતોમાં વધારો થવાની શકયતાઓ વચ્ચે સતત પ્રતિકૂળ હવામાન, વાવાઝોડા, વાદળછાયા માહોલ, માવઠાને લઇને શરૂઆતથી જ કૃષિપાકોમાં નુકશાન વેઠી રહેલા ખેડૂતોને વધુ એક આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.