દરજી કામ કરીને ગુજરાન ચલાવતી મહિલાની પુત્રીએ એ-૧ ગ્રેડ મેળવ્યો
આણંદ, તા.15 જૂન 2020, સોમવાર
આણંદ તાલુકાના રાજોડપુરાની વતની અને ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરતી હિરલ સોનીએ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૭૦૦માંથી ૬૩૩ ગુણ મેળવી એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરિવારમાં વિખવાદ થતા માતા-પિતા અલગ થયેલ હોઈ તેણી માતા સાથે રહે છે. તેણીની માતા મામાના ડી.જે.ના વ્યવસાયમાં મદદ કરી ઉપરાંત ટેલરીંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. એ-૧ ગ્રેડ મેળળવા પાછળનો શ્રેય તેણીએ પોતાની નાની તેમજ પરિવારજનો સાથે મદદ કરનાર શિક્ષકોને આપ્યો હતો. સારુ પરિણામ મેળવવા માટે તેણી છ થી સાત કલાકનું વાંચન કરતી હતી. અભ્યાસ ઉપરાંત તેણીને ચિત્રકામનો શોખ છે અને મન હળવું કરવા તેણી મોબાઈલમાં સોશ્યલ મીડીયામાં એક્ટીવ રહેતી હતી. તેણી સી.એ. ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી હોવાનું અંતમાં જણાવ્યું હતું.