આણંદ જિલ્લામાં સુપર સ્પ્રેડર સેન્ટરો પર અગાઉથી વ્યવસ્થા કરવા વહીવટીતંત્ર સજ્જ
- અમદાવાદમાં સુપર સ્પ્રેડરોથી સંક્રમણ વધતા
- સચિવના અધ્યક્ષ સ્થાને મેડિકલ, વેપારી, શાક માર્કેટ, રિક્ષા, દૂધ મંડળી સહિતના એસો. સાથે બેઠક યોજાઈ
આણંદ, તા.3 મે 2020, રવિવાર
આણંદ જિલ્લામાં આગામી આવનારા સમયમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઓછું થાય અને લોકડાઉન હળવું થાય તેવા સંજોગોમાં ફરી પાછું સંક્રમણ ના થાય અને જ્યાં જ્યાં વધુ નાગરિકો ભેગા થઈ શકે તેવા સુપર સ્પ્રેડર સેન્ટરો ઉપર એડવાન્સમાં જ આરોગ્યની કાળજી લેવાય તેવી તમામ વ્યવસ્થા ગોઠવવા અને અંગે સહમતી સમજણ કેળવવા આણંદ જિલ્લામાં ખાસ ફરજ ઉપરના સચિવ સંદીપ કુમારના અધ્યક્ષ સ્થાને આણંદ જિલ્લાના મેડિકલ એસો., વહેપારી એસો., બજાર એસો., રીક્ષા, દૂધ મંડળી, પેટ્રોલ પંપ, ગેસ એજન્સી, મંડળીઓ, શાક માર્કેટ, યાર્ડ, દુકાનો સહિતના એસો.ના પ્રતિનિધિઓની એક બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી.
આ બેઠકમાં કલેક્ટર, ડી.ડી.ઓ., આર.એ.સી., જિલ્લા પુરવઠા અધિકારી સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સચિવ સંદીપકુમાર અને કલેક્ટરે ઉપસ્થિત તમામને માર્ગદર્શન આપ્યું હતુ.
આગામી સમયમાં કોરોના વાઈરસમાંથી મુક્તિ મળે અને લોકડાઉન હળવું થાય તેવા સમયે નાગરિકોની કાળજી લેવા પોતાનો સહકાર મળી રહેશે અને જરૃરી વ્યવસ્થામાં સહયોગ આપવા સહમતી સાથે એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ પોતાના તરફથી સારા સૂચનો પણ કર્યા હતા. આવનારા સમયમાં લોકડાઉન હળવું થાય તો આવા સેન્ટર ઉપર સેનેટાઈઝ, એકબીજાથી અંતર, હાથ ધોવા માટે વ્યવસ્થા અને માસ્ક રાખવા અને સેન્ટર ઉપર આવતા નાગરિકોના આરોગ્યની કાળજીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેનું પણ બેઠકમાં માર્ગદર્શન કરવામાં આવ્યું હતુ. આજે યોજાયેલી બેઠકમાં એસો. અને જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પુરવઠા વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠમકાં હોમીયોપેથી, આયુર્વેદિક તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તમામ એસો. તરફથી ટૂંક સમયમાં જ આણંદ જિલ્લાની જનતાના હીતમાં પોતાના તરફથી થનાર વ્યવસ્થા અંગે પોતાની વ્યવસ્થાની વિગતો જિલ્લા વહીવટી તંત્રને આપશે.