FOLLOW US

30 દિવસ મેગા બ્લોકને કારણે આણંદ જિલ્લાની કેટલીક ટ્રેનોને અસર થશે

Updated: May 25th, 2023


- અમદાવાદ રેલવે સ્ટેશન પર સીસી એપ્રોનની કામગીરીને પગલે

- જિલ્લાની કેટલીક પેસેન્જર ટ્રેનો સંપૂર્ણ રદ અને કેટલીક આંશિક રીતે રદ કરવામાં આવશે 

આણંદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-૨ ઉપર સીસી એપ્રોન નાંખવાની કામગીરી માટે તા.૨૪ મે ૨૦૨૩થી ૩૦ દિવસનો બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક પેસેન્જર ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવશે અને કેટલીક આંશિક રીતે રદ કરવામાં આવશે. 

જે મુજબ રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર ૦૯૩૨૭ વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ તા.૨૪-૫-૨૩ થી તા.૨૨-૬-૨૩ સુધી, ૦૯૩૧૬ અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ તા.૨૫-૫-૨૩ થી ૨૩-૬-૨૩ સુધી, ૦૯૩૧૧ વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ તા.૨૪-૫-૨૩થી તા.૨૨-૬-૨૩ સુધી, ૦૯૪૦૦ અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ તા.૨૪-૫-૨૩ થી તા.૨૨-૬૨૨૩ સુધી, ૦૯૨૭૪ અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ તા.૨૪-૫-૨૩થી તા.૨૨-૬-૨૩ સુધી, આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં (તા.૨૪-૫-૨૩ થી તા.૨૨-૬-૨૩ સુધી) ટ્રેન નંબર ૦૯૨૭૩ વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ બદલાયેલા સમય સાથે ૧૭.૩૦ કલાકે વટવા પહોંચશે અને વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

૦૯૩૧૨ અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ અમદાવાદ અને વટવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૨૯૫૮ વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ સાબરમતી અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.  ૨૨૯૫૭ અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૦૯૩૧૫ વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Gujarat
IPL-2023
Magazines