સોજીત્રાની સગર્ભાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ
- અત્યાર સુધીના કોરોનાના દર્દીઓની સંખ્યા ૯૪ થઇ જે પૈકી પાંચ દર્દીઓ સારવાર હેઠળ
આણંદ, તા.24 મે 2020, રવિવાર
આણંદ વિસ્તારમાં રવિવારસવાર સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. પણ આજે સોજીત્રાના વણકરવાસમાં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાની વિગતો બહાર આવી છે. સોજીત્રાના વણકરવાસમાં રહેતી ભાવનાબેન કિરણભાઈ પરમાર નામની સગર્ભાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાનો પતિ ખંભાત પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ ૯૪ પોઝિટિવ કેસ મળ્યા છે જે પૈકી ૫ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. એમાંથી ૩ દર્દી કાર્ડિયાક કેર સેન્ટર ખંભાતમાં તથા ૨ દર્દી ક્રિષ્ના હોસ્પિટલ, કરમસદમાં સારવાર હેઠળ છે.
આંકડાકીય રીતે જોઇએ તો, કોવિડ-૧૯ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૭૦૨ સેમ્પલ લેવાયાં છે જેમાં ૧૬૦૯ નેગેટિવ છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૯૩, રજા આપેલા દર્દીઓની સંખ્યા ૭૮ છે જ્યારે કુલ ૯નાં મૃત્યુ થયાં છે.
કોરોના સિવાય અન્ય બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીની સંખ્યા એક જ છે. કુલ એક્ટિવ કેસ પાંચ છે.