Get The App

કામચલાઉ પ્રવેશ યાદી વેબ પોર્ટલ પર તા. 14 અને 15 જૂને મુકાશે

Updated: May 26th, 2024

GS TEAM


Google News
Google News
કામચલાઉ પ્રવેશ યાદી વેબ પોર્ટલ પર તા. 14 અને 15 જૂને મુકાશે 1 - image


- સ.પ.યુનિ.માં સ્નાતક અને અનુસ્નાતક માટે

- 40 હજાર બેઠકો માટે બે દિવસમાં 10,205 વિદ્યાર્થીઓએ ફોર્મ ફી સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું 

આણંદ : રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે સાયન્સ, કોમર્સ અને આર્ટસ વિષયના અભ્યાસક્રમોમાં કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશની કામગીરી અર્થે ઓનલાઈન પોર્ટલ જીકાસ કાર્યરત કરાયું છે.  જેમાં વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં તા.૨૪ મે સુધી  સુધી સ્નાતક અને અનુસ્નાતકમાં મળી કુલ-૧૧,૬૨૪ વિદ્યાર્થીઓેએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે પૈકી કુલ-૧૦,૨૦૫ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ફી ભરી છે.

સરદાર પટેલ યુનિ.ના પરિપત્રમાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે કોલેજના પ્રથમ વર્ષમાં સાયન્સ, કોમર્સ તેમજ આર્ટસ સહિતના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન પોર્ટલ  પર જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન ફોર્મ તા.૨૩ મે થી તા.૩ જૂન ૨૦૨૪ સુધી ભરવા જણાવાયું હતું. તા.૩ જૂનથી ઓનલાઈન પોર્ટલ બંધ થશે. 

ત્યારબાદ તા.૫ જૂનના રોજ વિદ્યાર્થીઓને વિભાગ તેમજ કોેલેજની પસંદગીનો ક્રમાંક આપવા એસએમએસ અથવા ઈમેઈલ દ્વારા જાણ કરાશે. જે અંતર્ગત વિદ્યાર્થી પોતાની પસંદગીનો વિભાગ અને કોલજની પસંદગીનો ક્રમાંક વિશે જાણકારી તા.૧૩ જૂન સુધી ઓનલાઈન આપી શકશે. બાદમાં તા.૧૪ અને ૧૫ જૂન દરમિયાન કામચલાઉ પ્રવેશ યાદી યુનિ.ના વેબ પોર્ટલ પર વિદ્યાર્થી લોગઈન દ્વારા જોઈ શકશે અને વિદ્યાર્થીને કોઈપણ વિસંગતતા બાબતે યુનિ.ના ગ્રિવન્સ સેલનો સંપર્ક કરી શકશે.

સ.પ.યુનિ.માં સ્નાતકની પચીસ હજાર અને અનુસ્નાતકની પંદર હજાર મળી આશરે ચાલીસ હજાર બેઠકો છે. જે માટે તા.૨૩મી મેના રોજથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જેમાં તા.૨૪ મે સુધીમાં સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં ૯,૯૩૯ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ૮,૯૨૯ વિદ્યાર્થીઓએ ૩૦૦ રૂા. ઓનલાઈન ફોર્મ ફી ભરી છે. 

જ્યારે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ૧,૬૮૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે પૈકી ૧,૨૭૬ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ફી ભરી છે. આમ સ.પ. યુનિ.ની કુલ ૪૦ હજાર બેઠકો સામે પ્રવેશ ફોર્મ ભરવાના પ્રથમ દિવસે કુલ-૧૦,૨૦૫ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ફી ભરી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

તા.૩જી જૂન સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ મેરીટ તૈયાર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને   કોલેજ પસંદગી સાથે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ યોજાશે.

Tags :