Gujarat

નડિયાદમાં 100 થી વધુ ભિક્ષુકોને ક્વૉરન્ટાઇન કરી મિશન હૉસ્પિટલમાં ખસેડવા પડયા

By GS Team
14 Apr 20202 mins read
This article was originally published on 14 Apr 2020
નડિયાદમાં 100 થી વધુ ભિક્ષુકોને ક્વૉરન્ટાઇન કરી મિશન હૉસ્પિટલમાં ખસેડવા પડયા


નડિયાદ, તા.13 એપ્રિલ, 2020, સોમવાર

ખેડા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે હવે ક્લોરન્ટાઇનની ઝપટમાં નડિયાદ શહેરમાં ભિક્ષુકો પણ આવી ગયા છે.શહેરના ૧૦૦ થી વધુ ભિક્ષુકોને આજે ક્વોરન્ટાઇન કરી ગામની મિશન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ભિક્ષુકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

વહીવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાંથી શહેરમાં ઠેર ઠેર રખડતા ભિક્ષુકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. જેઓને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં ખસેડાયા છે.અત્યાર સુધીમાં ૧૦૨ થી વધુ ભિક્ષુકોને આ જગ્યાએ ખસેડાયા છે.અત્યાર સુધીમાં અંદાજે ૧૦૨ જેટલા ભિક્ષુકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. અહીં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ વોર્ડની વ્યવસ્થા કરાઇ છે અને સંપૂર્ણપણે સોશ્યલ ડિસ્ટન્ટ જળવાઇ રહે તેવું આયોજન કરાયું છે.

નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભિક્ષુકો રખડતા જોવા મળતા હતા.આ ભિક્ષુકોને રહેવા માટે કોઇ જગ્યા ન હોવાથી રાત્રે ગમે ત્યાં સૂઇ જતા અને દિવસે ગમે ત્યાં ફરતા રહેતા હતા. શહેરમાં સૌથી વધુ ભિક્ષુકો સંતરામ રોડ,સ્ટેશન રોડ, રેલ્વે સ્ટેશનની આસપાસ તથા અમદાવાદી બજાર વિસ્તારમાં  રખડતુ જીવન જીવતા હતા.ખેડા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આજે સૂઝબુઝભર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આવા ભિક્ષુકોને પકડીને શહેરની મિશન હોસ્પિટલમાં  ઉભા કરાયેલા ખાસ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.અત્યાર સુધી ૧૦૨થી વધુ ભિક્ષુકોને ડિટેઇન કરાયા છે.જેમાં ૮૫ પુરુષો, ૧૬-મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની દેખરેખ હેઠળ આ ભિક્ષુકોને અહીં રખાયા છે. જેઓને  સવારે અને બપોરે ચા તથા નાસ્તો આપવામાં આવે છે.તેમજ બપોરના અને સાંજે જમવાનું પુરુ પાડવામાં આવે છે.ભિક્ષુકોને રહેવાની તથા ન્હાવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે તેમજ કપડા પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે.