અનુબંધમ પોર્ટલ પર થયેલી ઓનલાઈન નોંધણી અપડેટ થઈ શકશે
- આણંદ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારા
આણંદ : રાજ્ય સરકાર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારોને પોતાની લાયકાત મુજબ જે તે ટેકનીકલ/નોન ટેકનીકલ/પ્રોફેશનલ નોકરી મેળવી શકશે. આણંદ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોની અનુબંધમ પોર્ટલ પર નોંધણી થયેલ છે તેવા ઉમેદવારોને તેમના મોબાઈલ નંબર પર અથવા ઈ-મેઈલ એડ્રેસ પર આઈ.ડી. પાસવર્ડ મોકલવામાં આવ્યાં છે. આ આઈ.ડી. પાસવર્ડ દ્વારા અનુબંધમ પોર્ટલ ઉપર જઈને પોતાની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તથા અન્ય વિગતો અપડેટ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અનુબંધમ પોર્ટલ બાબતે આણંદ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને કોઈપણ જાણકારી મેળવવી હોય કે કોઈ તકલીફ હોય તો રોજગાર સેતુ કોલ સેન્ટરના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.