Get The App

વાસદ ટોલનાકા પાસે ટેમ્પાની તલાશી લેતા અંદરથી 57 મુસાફરો નીકળ્યા

- આવશ્યક ચીજવસ્તુઓ લઈ જવાના બહાને છેતરવાનો પ્રયાસ

- સ્ત્રી-પુરુષો અને બાળકો મળતા શેલ્ટર હોમમાં મોકલી ટેમ્પા ચાલક વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નોંધી

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
વાસદ ટોલનાકા પાસે ટેમ્પાની તલાશી લેતા અંદરથી 57 મુસાફરો નીકળ્યા 1 - image


આણંદ,તા. 4 એપ્રિલ 2020, શનિવાર

આણંદ જિલ્લાના વાસદ ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર આવેલ ટોલનાકા નજીક ગઈકાલે વાહન ચેકીંગ દરમ્યાન એક આયસર ટેમ્પામાં આવશ્યક ચીજવસ્તુઓની પરમીશનના લેબલ હેઠળ ગેરકાયદેસર મુસાફરોની હેરફેર કરતા એક ટેમ્પા ચાલકને વાસદ પોલીસે ઝડપી પાડયો હતો. ટેમ્પાની તલાશી લેતાં અંદરથી કુલ ૫૭ જેટલા મુસાફરો મળી આવ્યા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે ટેમ્પાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તમામ મુસાફરોને સેલ્ટર હોમમાં મોકલી આપ્યા હતા.

હાલમાં કોવીડ-૧૯ (કોરોના વાયરસ)ના કારણે વિશ્વમાં મહામારી ચાલે છે અને આ વાયરસની અસર હાલમાં ભારત દેશમાં ચાલુ હોય જેના લીધે સમગ્ર ભારત દેશને દિન-૨૧ માટે લોકડાઉન કરેલ હોય તેમજ ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉન ચાલતુ હોય અને લોકડાઉનની કડક અમલવારી તથા કોરોના વાઈરસને નાબુદ કરવા સારૂ તેમજ પરપ્રાંતીય વિસ્તારમાં થતું માઈગ્રેશન અટકાવવા સારૂ ડી.જી.પી. ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી લોકડાઉન સફળ રાખવા માટે તેમજ કોરોના વાયરસને નાબુદ કરવા સારૂ સુચના આપેલ હોય તેમજ આ અંગે સક્રિય કામગીરી કરવા સારૂ આઈ.જી.પી. અમદાવાદ રેન્જનાઓ તથા અજીત રાજયાણ પોલીસ અધિક્ષક આણંદનાઓ દ્વારા કડક નાકાબંધી કરી લોકડાઉનનો અમલ કરાવવા તથા માઈગ્રેશન બંધ કરવા કડક સુચના આપેલ હોય તેમજ આ સુચનાની અમલવારી કરવા સારૂ બી.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક આણંદનાઓના માર્ગદર્શન મુજબ ચુસ્ત પોલીસ ચેકીંગ રાખી માઈગ્રેશન બંધ કરવા સુચના આપેલ હોય જે અંગે વાસદ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. પી.જે.પરમાર તથા વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો તથા ક્યુ.આર.ટી.ના પોલીસ માણસોનાઓ વાસદ ટોલનાકા ખાતે કડક વાહનચેકીંગ દરમ્યાન આઈસર નંબર જીજે ૨૩ વી ૩૦૯૯માં આવશ્યક ચીજવસ્તુઓની પરમીશનવાળા લેબલ અપ્રમાણીકપણે તથા પોલીસથી છુપાવવા માટે લગાડેલ અને આઈસરમાં સ્ત્રી, પુરૂષ તથા બાળકો મળી કુલ્લે ૫૭ જેટલા માણસો આઈસરમા મેડીકલ તપાસણી કર્યા વગર ગંભીર રોગ ફેલાઈ શકે તે રીતેની બેદરકારીથી માણસો બેસાડી સોશ્યલ ડીસ્ટન વગર ભેગાં બેસાડી લઈ જતા પકડી લીધેલ અને આઈસરના ચાલક અજીતસિંહ રામુભાઈ ડોડ (ઉં.વ.૪૨) (રહે.ઢેઢાળ, તા.બાવળા, જી.અમદાવાદ)નાની વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને આઈસર ગાડી કિંમત રૂા. ૪,૦૦,૦૦૦/-ની કબ્જે લીધેલ છે. તેમજ આઈસરમાં બેસાડેલ પેસેન્જરો સ્ત્રી-પુરૂષો તથા બાળકો મળી ૫૭ માણસોને મામલતદાર આણંદ ગ્રામ્યનાઓને રીપોર્ટ કરી સેલ્ટર હોમમાં મુકાવેલ છે. આમ હાલમાં કોરોના વાયરસના અંતર્ગત વાસદ પોલીસે પ્રસંશનીય કામગીરી કરેલ છે.

Tags :